અમિતાભના 36 વર્ષ જૂના સેક્રેટરીનું નિધન, બચ્ચનન પરિવારે આપી હાજરી

અમિતાભ બચ્ચનના સેક્રેટરી રહી ચૂકેલા શીતલ જૈનનું શનિવારે નિધન થયું. 77 વર્ષની વયે શીતલ જૈને આ દુનિયાને અલવિદા કહી દીધું. શીતલ જૈનના અંતિમ સંસ્કાર વિલે પાર્લે સ્થિત પવન હંસ સ્મશાનઘાટમાં કરવામાં આવ્યા.

અમિતાભ બચ્ચન પરિવાર સાથે શીતલ જૈનને અંતિમ વિદાય આપવા માટે પહોંચ્યા હતા. જ્યારે અમિતાભે પોતાના ફિલ્મી કેરિયરની શરુઆત કરી હતી તે સમયથી લઈને આજ સુધી તેઓ બીગ બી સાથે રહ્યાં હતા. લગભગ 36 વર્ષથી તેઓ બચ્ચન પરિવાર સાથે કામ કરી રહ્યાં હતા.

શીતલ જૈનના નિધન પર અનેક બોલિવૂડ હસ્તિઓએ સોશિયલ મીડિયા પર ટ્વિટ કરી દુખ વ્યક્ત કર્યું. અનુપમ ખેરે ટ્વિટ કર્યું કે, “શીતલ જૈન, જેને અમે લાંબા સમયથી અમિતાભ બચ્ચના સેક્રેટીર તરીકે ઓળખતા હતા. તેઓ ખુબજ સન્માનજનક અને વિનમ્ર વ્યક્તિ હતા. ભગવાન તેમના પરિવારન દુખ સહન કરવાની હિમ્મત આપે.”

અમિતાભે લખ્યું છે કે ‘શીતલ જૈન એમની પ્રામાણિક અને નિષ્ઠા તરીકે યાદ રહેશે. એમણે લગભગ 40 વર્ષ સુધી મારા કામનો બોજો ઉઠાવ્યો હતો. એ મૃદુ સ્વભાવના, ખંતીલા, કામમાં ચીવટવાળા, નમ્ર, નિષ્ઠાવાન અને પ્રામાણિક હતા… આજે એમની અંતિમ સફર વખતે એમની અર્થી ઉપાડવામાં મેં મદદ કરી હતી.’

છેલ્લે ‘બદલા’ ફિલ્મમાં અભિનય કરનાર બચ્ચને એમ પણ લખ્યું કે ‘જૈનના નિધનથી એમના કાર્યાલય અને પરિવારમાં શૂન્યાવકાશ સર્જાયો છે.’

અમિતાભ ઉપરાંત અભિનેતા અનુપમ ખેર અને દિગ્દર્શક મધુર ભંડારકરે પણ શીતલ જૈનને ટ્વીટ કરીને શ્રદ્ધાંજલિ અર્પણ કરી છે.

 33 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી