મંત્રી કી બેટી કે બિગડે બોલ, તો મૈં સબસે બડી ગુંડી બન જાઉંગી…

ઉત્તરપ્રદેશમાં યોગી આદિત્યનાથ સરકારના કેબિનેટ મંત્રી સ્વામી પ્રસાદ મૌર્યની દીકરી અને બદાયૂં લોકસભા સીટ પરથી ભાજપની ઉમેદવાર સંઘમિત્રા મૌર્યએ ચૂંટણી સભાને સંબોધતા વિવાદિત નિવેદન આપ્યું હતું. તેમણે કહ્યું કે, જો લોકસભા ચૂંટણી દરમિયાન કોઈ દાદાગિરી કે ગુંડાગર્દી કરવા આવે તો તેનાથી ડરવાની જરૃર નથી. કારણ કે હું ગુંડાઓથી પણ મોટી ગુંડી બની જઇશ.

ભાજપ ઉમેદવાર સંઘમિત્રા મૌર્ય બદાયૂં લોકસભા વિસ્તાર અંતર્ગત આવતા સંભલ જિલ્લાની ગુન્નૌર વિધાનસભાના બબરાલામાં ચૂંટણી સભા સંબોધી હતી. તેમણે કહ્યું કે, આગામી લોકસભા ચૂંટણીમાં ગુંડા અને દાદાગીરી કરતા લોકોથી ડરવાની જરૂર નથી. હાલ આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.

 52 ,  6