બડે લોગ બડી બાતે – સભી પીતે હૈ રાત કે 10 બજે કે બાદ

શરાબબંધી વાળા બિહારની પૂર્વ મુખ્યમંત્રીએ ખોલી પોલ

બિહારમાં દારૂબંધીને લઈને ઘણાં સવાલો ઉઠી રહ્યાં છે. આ સ્થિતિ વચ્ચે બિહારના પૂર્વ મુખ્યમંત્રી જીતનરામ માંઝીએ મોટું નિવેદન આપ્યું છે. માંઝીએ બિહારમાં પૂર્ણ દારૂબંધી દાવાની પોલ ખોલતાં કહ્યું છે કે, રાજ્યમાં ધનવાન અને પ્રભાવશાળી લોકો જેવા IAS, IPS, ડોક્ટકર, એન્જીનીયર જેવા લોકો રાત્રે દારૂ પીવે છે.

બિહારના એક સ્કૂલના સમારોહમાં જીતનરામ માંઝીએ કહ્યું કે, આ તો ઓપન સીક્રેટ છે. અને સત્ય છે. જે લોકો શ્રીમંત છે કે, પ્રભાવશાળી છે. જેમકે, ડોક્ટર, એન્જીનીયર, આઈએએસ, આપીએસ જેવા લોકો રાત્રે 10 વાગ્યા બાદ લિમિટમાં દારૂ પીવે છે પરંતુ દુનિયા નથી જાણતી કે તેઓ દારૂ પીવે છે.

દારૂબંધીના કાયદાની આડમાં ગરીબો અને દલિતોનો પકડીને જેલમાં નાંખવામાં આવે છે. અડધી બોટલ અને એક બોટલ દારૂ પીવા પર જેલ મોકલી દેવામાં આવે છે. અને જો કોઈ 50 લીટર કે 100 લીટર દારૂ સાથે પકડાય છે.

લોકોનો સલાહ આપતાં જીતન રામ માંઝીએ કહ્યું કે, આપ પણ તે મોટા લોકોની જેમ પોતાના ઘરે રાતે દારૂ પીવો કોઈને કંઈ પણ ખબર નહીં પડે. આપ દારૂ પીને રોડ પર નીકળો છો. તો તમારી ધરપકડ થાય છે. આપણા સમાજમાં રિવાઝ છે કે, દેવી દેવતાઓને પણ દારૂ ચઢાવવામાં આવે છે. દિવસ ભર મજૂરી કર્યા બાદ 50 છી 100 રૂપિયાની દારૂ ખરીદીને પીવે તો પોલીસ તેમને જેલમાં મોકલી દે છે. તેમણે કહ્યું કે આ આપણી સભ્યતામાં દારૂ છે. તેને હટાવી ના શકાય

ઉલ્લેખનીય છે કે, બિહારમાં દારૂબંધી પર ચાલી રહેલી મોટી ચર્ચામાં તાજેતરમાં બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારે સાફ કહ્યું હતું કે, રાજ્ય સરકાર કોઈ પણ હાલમાં દારૂબંધીનો કાયદો પાછો નહી લે. અને તેના માટે હજુ કોઈ કઠોર પગલા લેવાની વાત પણ કહી હતી. નીતિશ કુમારના આ નિવેદન બાદ પૂર્વ મુખ્યમંત્રી જીતનરામ માંઝીનું આ નિવેદન સામે આવ્યું છે.

 21 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી