અમદાવાદ શહેરમાં બદમાશો બેખૌફ, બાપુનગર વિસ્તારમાં છરી વડે હુમલાની બે ઘટનાઓ

મસ્જિદે માથું ટેકવા આવેલા યુવક સાથે ઝઘડો કરી છરીના ઘા માર્યા

શહેરમાં કાયદો વ્યવસ્થાની સ્થિતિ કથળી રહી હોય તેવા દ્રશ્યો સર્જાઇ રહ્યા છે. પોલીસનો કોઇ પણ પ્રકારનો ડર ના હોય તેમ ગુંડાઓ બેફામ બન્યા છે. મારા મારી, ખૂન જેવી ઘટનાઓ સતત વધતી જઇ રહી છે. ત્યારે શહેરના બાપુનગર વિસ્તારમાં ઘાતકી હુમલાની અલગ અલગ બે ઘટનાઓ સામે આવતા સ્થાનિકોમાં ફફરાટ ફેલાયો છે. જેમાં પ્રથમ ઘટનામાં જુની અદાવત રાખી ત્રણ શખ્સોએ યુવક પર હુમલો કરી ચાકુના ધા માર્યા હતા. જ્યારે બીજી ઘટનામાં નજીવી બાબતમાં ઓઢવ વિસ્તારમાં રહેતો યુવક પર બે શખ્સોએ હુમલો કરી ચાકુ મારી દીધુ હતું. હાલ બન્ને યુવકો સારવાર હેઠળ છે. તો બીજી તરફ બાપુનગર પોલીસે ગુનો નોધી વધુ તપાસ હાથ ધરી છે.

મસ્જિદે માથું ટેકવા આવેલા યુવક સાથે ઝઘડો કરી છરીના ઘા માર્યા

શહેરનાં પૂર્વ ઓઢવ વિસ્તામાં રહેતો યુવક ધર્મેન્દ્ર તિવારી બાપુનગરમાં આવેલી ધન સૈયદ દરગાહમાં અવાર- નવાર માથું ટેકવા આવતો હોય છે. જોકે દરગાહની બહાર છોટીયો અને પટેલ બંને જુગાર રમતા હોય છે. આ દરમિયાન યુવક ગેટ પાસે બેઠો હતો. ત્યારે પટેલ અને છોટીયો આવી ગાળો બોલવા લાગ્યા હતો. ત્યારે ધર્મેન્દ્રએ ગાળો બોલવાનીના પાડતા બંને ઉશ્કેરાઈ માર મારવા લાગ્યા હતા. દરમિયાન ધર્મેન્દ્રએ બચવા માટે પટેલને પકડી લીધો ત્યારે છોટિયાએ કમરની ભાગે ધર્મેન્દ્રને ફેટો મારીને છરી ના ઘા માર્યા હતા. છરીના ઘા વાગતા ધર્મેન્દ્ર બેહોશ થઇને જમીન પર ઢળી પડ્યો હતો. આ દરમિયાન કોઇ અજાણ્યાં વ્યકિતએ 108ને ફોન કરી સારવાર હેઠળ ખસેડાયો હતો. જેથી ધર્મેન્દ્રએ પટેલ અને છોટિયાના વિરુધ પોલીસ ફરિયાદ નોંધાવી કાર્યવાહીની માંગ કરી છે.

જુની અદાવત રાખી યુવકને મારી છરી

બાપુનગર વિસ્તારમાં હસન સૈયદની દરગાહ પાસે ત્રણ બદમાશોએ જુની અદાવત રાખી યુવક સાથે મારા મારી કરી છરી વડે હુમલો કરતા ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો હતો. યુવક અફરોજ દરગાહ નજીક મેળામાંથી પરત આવી રહ્યો હતો તે દરમિયાન મહેફુજ મિયા, બલ્લુ ઉર્ફે સરમાન ખાન તેમજ આસીફે આવી પહોંચ્યા હતા. અને અફરોજ સાથે બોલાચાલી કરી ઝઘડો કરવા લાગ્યા હતા. આ દરમિયાન મહેફુજ મિયાએ ચાકુ કાઢી અફરોજને ડાબા હાથના બાવળાના ભાગે મારી દીધુ હતું. ત્યાર બાદ જાનથી મારી નાખવાની ધમકી આપી ફરાર થઇ ગયા હતા.

તો બીજી તરફ લોહી લુહાણ હાલતમાં શારદાબેન હોસ્પિટલ ખાતે સારવાર માટે લઇ જવામાં આવ્યો હતો. આ અંગે બાપુનગર પોલીસે આરોપીઓ સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

 57 ,  1