બગસરા હવે બનશે નવો પ્રાંત, CM રૂપાણીની જાહેરાત

અમરેલી જિલ્લામાં નવા બગસરા પ્રાંતની રચનાનો નિર્ણય 

ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ અમરેલી જિલ્લાને આગવી ભેટ આપી છે. જિલ્લાના નાગરિકોને રાજ્ય સરકારની મહેસૂલી સેવાઓ સહિતની સેવા તુરંત અને નજીકના સ્થળે મળી રહે તે માટે અમરેલી જિલ્લામાં નવા બગસરા પ્રાંતની રચનાનો નિર્ણય કરવામાં આવ્યો છે. બગસરા હવે નવો પ્રાંત બનશે. નવા બગસરા પ્રાંતના કાર્યક્ષેત્રમાં બગસરા અને વડીયા તાલુકાનો સમાવેશ કરવામાં આવ્યો છે. આગામી પ્રજાસત્તાક દિવસ 26 જાન્યુઆરી, 2021થી નવો બગસરા પ્રાંત કાર્યરત થશે.

 14 ,  1 

રસપ્રદ

રાજકારણ

વ્યાપાર