September 18, 2020
September 18, 2020

યોગી રાજમાં બદમાશો બેખોફ..! BJP નેતાની સરેઆમ ગોળી મારી હત્યા

બાગપતમાં ભાજપના વરિષ્ઠ નેતાની હત્યા, CM યોગીએ 24 કલાકમાં રિપોર્ટ રજૂ કરવા આદેશ આપ્યા

ઉત્તર પ્રદેશમાં બદમાશો બેખોફ થયા છે. બાગપતિમાં પૂર્વ જિલ્લા સંજય ખોખરાની ગોળી મારી હત્યા કરવામાં આવી છે. હત્યાની ઘટના બાદ વિસ્તારમાં હડકંપ મચી ગયો છે. તો બીજી તરફ સીએમ યોગીએ આ મામલે 24 કલાકની અંદર રિપોર્ટ રજૂ કરવા આદેસ કર્યો છે.

ત્રણ અજાણ્યા શખ્સોએ ભાજપના પૂર્વ જિલ્લા અધ્યક્ષ સંજય ખોખરને અજ્ઞાત શખ્સોએ ગોળી મારીને હત્યા કરી દીધી છે. સંજય ખોખર મોર્નિંગ વોક પર પોતાના ખેતર માટે રવાના થયા હતા, આ દરમિયાન અપરાધીઓએ તેમને ગોળી મારી દીધી હતી.

 હત્યાની આ ઘટના બાગપતના છપરોલી ક્ષેત્રની છે. જ્યાં બીજેપીના પૂર્વ જિલ્લા અધ્યક્ષ સંજય ખોખર દરરોજની જેમ ઘરેથી મોર્નિંગ વોક માટે નિકળ્યા હતા, તે દરમ્યાન ઘરે પરત ફરતી વખતે બાઈકસવાર શખ્સોએ તેમના પર અંધાધૂન ફાયરીંગ કર્યું હતું. જેમાં સંજય ખોખરને બે ગોળી વાગી હતી, અને તેમની મૃત્યુ ઘટના સ્થળ પર થઈ ગઈ હતી. આ હત્યાકાંડની જાણકારી મળતા સમગ્ર વિસ્તારમાં હડકંપ મચી ગયો હતો, અને ઉચ્ચ પોલીસ અધિકારીઓ જેમાં SP, SSP સહિતના અધિકારીઓ ઘટના સ્થળ પર પહોંચ્યા હતા.

 65 ,  3 

રસપ્રદ

રાજકારણ

વ્યાપાર