બાહોશ, જાંબાઝ હિમાંશુ શુક્લા રોમાં બજાવશે ફરજ..!!

અમદાવાદના DCPથી લઈને ATSના DIG સુધીની સફરમાં અસંખ્યા ગુનાઓને ઉકેલ્યા…

ગુજરાત સરકારે 22 ડિસેમ્બરની રાત્રે 7 આઈ.પી.એસને ડીએસપી ટુ ડીઆઈજીના પ્રમોશન આપ્યાં. આ પ્રમોશન સાથે જ ગુજરાત ATS ડીઆઈજી હિમાંશુ શુક્લાનો રોમાં જવાનો રસ્તો ક્લિયર થઇ ગયો છે. રાજ્યના સિનિયર અધિકારીઓનું માનીએ તો હિમાંશુ શુક્લાની ડિટેક્શનની માસ્ટરી અને ગુનેગારોના નેટવર્ક પર મજબૂત પક્કડ છે. આ પકડ હવે માત્ર ગુજરાત કે ભારત પુરતી જ નથી રહી, પરંતુ તેમનું નેટવર્ક મીડલ ઇસ્ટના દેશો સુધી ફેલાયેલું છે.

ગુજરાત ATSને દેશની સર્વશ્રેષ્ઠ એજન્સીઓમાં સર્વોચ્ચ સ્થાન આપવામાં હિમાંશુ શુક્લાએ એકલે હાથે સિંહ ફાળો આપ્યો છે અને એમની લીડરશીપ હેઠળ પોલીસ અધિકારીઓ એ અકલ્પનીય ઓપરેશન હાથ ધર્યા છે.

આમ તો હિમાંશુ શુકલાના કોઈને કોઈ કેસને લઈને ચર્ચામાં રહેતા જ હોય છે પણ હાલમાં તેઓ વધુ ચર્ચામાં છે તેનું કારણ છે ગુજરાતની સેવા કરતા આ રક્ષકને હવે દેશની સેવા કરવાની ઉત્તમ તક મળી છે. ગુજરાત ATSમાં DIG તરીકે ફરજ બજાવતા હિમાંશુ શુકલા હવે ટુંક સમયમાં દેશની સૌથી મોટી જાસૂસી સંસ્થા RAWમાં સેવા આપવા જશે. હિમાંશુ શુકલા આજે ગુજરાતભરમાં જાણીતું નામ બની ગયુ છે. આ નામ તેમણે કરેલી પ્રશંસનીય કામગીરીના કારણે થયું છે.

મૂળ મધ્યપ્રદેશના રિવાના રહેવાસી હિમાંશુ શુકલા 2005ની બેંચના IPS અધિકારી છે, બિટેક ઈલેકિટ્રકલ એન્ડ ઈસીમાં અભ્યાસ કરનાર અને એક ખાનગી કંપનીમાં એન્જિનિયર તરીકે કામ કરતા હિમાંશુ શુકલાએ ઈન્ડિયન સિવિલ સર્વિસની પરીક્ષાના બીજા પ્રયાસમાં તેઓ 54માં રેન્કે પાસ થયા હતા. જેઓ 54માં રેન્ક સાથે IAS માટે સિલેકટ થયા હોવા છતાં તેમણે IPSમાં જવાનું પસંદ કર્યુ. વર્ષ 2005થી લઈને અત્યાર સૂધી એટલે કે અમદાવાદના DCPથી લઈને ATSના DIG સુધીની સફરમાં તેમણે અસંખ્યા ગુનાઓને માત્ર ઉકેલ્યા નથી પણ અનેક ગુના બનતા પણ અટકાવ્યા છે.

યુનિયન હોમ મિનિસ્ટરનાઓની કચેરી તરફથી તેઓને અસાધારણ આસુચના કુશલતા પદક પણ એનાયત કરવામા આવ્યા છે. આ પદક પ્રાપ્ત કરનાર તેઓ ગુજરાતના એકમાત્ર ઇન્સ્પેક્ટર છે. તેઓને સુરત કમિશ્નર દ્વારા બેસ્ટ પોલીસ ઇન્સ્પેક્ટરનો એવોર્ડ પ્રદાન કરવામા આવેલ છે. કાલુપુર બ્લાસ્ટના આરોપીને કશ્મીર ખાતેથી પકડી લાવ્યા છે. સરદાર નગર પોલીસ મથક ખાતે એક વર્ષમાં 101 પાસાનો તથા 150 ક્વોલીટી કેસનો અને 31 ડિસેમ્બરના એક દિવસે 109 પ્રોહી.કેસનો રેકોર્ડ કાયમ કરેલ છે.

બીજેપી નેતાઓની હત્યાના કેસ પણ તેમણે ઉકેલ્યો

ગુજરાતમાં ક્રાઇમ બ્રાન્ચમાં ફરજ બજાવતા હિમાંશુ શુક્લાએ ઘણા હાઇપ્રોફાઇલ કેસ ઉકેલ્યા છે. ગુજરાતના 2002માં થયેલી અથડામણ સાથે જોડાયેલા 4 કેસોની તપાસની જવાબદારી તેમને સોંપવામાં આવી હતી. આ કેસોને તેમને છેક અંજામ સુધી પહોંચાડ્યા હતા. આ કેસ પછી એટીએસમાં કામ કરવાનો મોકો મળ્યો હતો. 2008માં અમદાવાદમાં થયેલા સિરિયલ બોમ્બ બ્લાસ્ટની ઘટનાને ઉકેલવામાં પણ તેમણે મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. ગુજરાતના ભરૂચમાં 2 બીજેપી નેતાઓની હત્યાના કેસ પણ તેમણે ઉકેલ્યો હતો.

“ડૉન રવિ પુજારી, દાઉદના સાગરિતોની કરી ધરપકડ

હિમાંશુ શુક્લા અંડરવર્લ્ડ ડૉન રવિ પુજારીના સાહરિતો અને 1993 બ્લાસ્ટના આરોપીઓની પણ ધરપકડ કરી ચૂક્યા છે. જાન્યુઆરી 2017માં હિમાંશુ શુક્લાએ ગુજરાત પોલીસની સાથે મળીને ગેંગસ્ટર રવિ પુજારીનો સાગરિત સુરેશ પિલ્લઇની ધરપકડ કરી હતી. તે જ વર્ષે જ્યારે ડોન રવિ પુજારી આફ્રિકી દેશ સેનેગલમાંથી ધરપકડ કરવામાં આવી હતી, તે સમયે પણ ગુજરાત એટીએસે દેશની ખાનગી એજન્સીઓને મહત્વપૂર્ણ ઈનપુટ આપ્યા હતા.

જૂન 2018માં હિમાંશુ શુક્લાના નેતૃત્વમાં ગુજરાત એટીએસે 1993 બોમ્બે બ્લાસ્ટના આરોપી અહમદ કમાલ શેખ ઉર્ફ લંબૂની ધરપકડ કરવામાં આવી હતી. લંબૂને વલસાડમાંથી ધરપકડ કરવામાં આવી હતી. લંબૂની ધરપકડ પર હિમાંશુ શુક્લાએ જણાવ્યું કે, તેમના પર 5 લાખનું ઈનામ હતું અને લંબૂ સોનાની સ્મગલિંગનું કામ કરતો હતો.”

ગોધરાકાંડ, અમદાવાદ બ્લાસ્ટ કેસની તપાસમાં ખરા ઉતર્યા

સૂત્રોનું માનીએ તો રોમાં અલગ અલગ ડિવિઝન એટલે કે, નક્કી કરેલા દેશના સમૂહ પ્રમાણે વિભાગો આપવામાં આવ્યાં છે. જેમાં પાકિસ્તાન સિહિતના મીડલ ઇસ્ટના દેશોની જવાબદારી ડીઆઈજી હિમાંશુ શુક્લાને સોંપાય તેવી ચર્ચા છે. જો કે, વાત એ છે કે, ભદ્રનને પ્રમોશનથી હિમાંશુ શુક્લાનો રસ્તો કેવી રીતે ક્લિયર થયો?

હકિકતમાં ગોધરાકાંડ પછી રાજ્યમાં ફાટી નીકળેલા તોફાનો બાદ ગુજરાત પણ આતંકીઓના લીસ્ટમાં ટોપ ટેનમાં હતુ. હરેન પંડ્યાની હત્યા અને વર્ષ 2007માં રામોલમાં તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીની હત્યા માટે આતંકીઓએ ઘડેલા કાવતરા ઉપરાંત 2008માં અમદાવાદમાં સિરિયલ બ્લાસ્ટની ઘટનાઓએ આ બાબતના પુરાવા આપ્યા હતા.

અમદાવાદ સિરિયલ બ્લાસ્ટ થયો.ત્યારે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચના ડીસીપી હતા અભયસિંહ ચુડાસમાં. બ્લાસ્ટ કેસની તપાસમાં ચુડાસમાએ પોતાની ટીમમાં રાજ્યના કેટલાક અધિકારીઓને પસંદ કરીને બોલાવ્યાં. જેમાં હાલના એડી. પોલીસ કમિશનર રાજેન્દ્ર અસારી અને હિમાંશુ શુક્લા પણ હતા. બન્ને અધિકારી બ્લાસ્ટ કેસની તપાસમાં ખરા ઉતર્યા. ત્યાર બાદ રાજ્યના પોલીસ વિભાગની સ્થિતિ બદલાઇ અને અભયસિંહ ચુડાસમા બાદ હિમાંશુ શુક્લાને અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચનો હવાલો સોંપાયો.

 81 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી