પોલીસ ધરપકડ કરે તે પહેલા બાહુબલિ MLA અનંતસિંહ ફરાર

બિહારના અપક્ષ અને બાહુબલી ધારાસભ્ય અનંત સિંહ હાલમાં એક મોટી વાતને લઈ ચર્ચામાં છે. તેણે એવો દાવ કર્યો કે ચોતરફ તેની જ ચર્ચા થઈ રહી છે. થયું એવું કે જ્યારે શનિવારે મોડી રાત્રે ધારાસભ્ય અનંત સિંહની ધરપકડ કરવા માટે ત્યાં પહોંચી તે સમયે અનંત સિંહને પોલીસની આવવાની આશંકા લાગી તો તરત જ તેઓ પાછળના રસ્તાથી ભાગી ગયા. પોલીસે અનંત સિંહના સરકારી આવાસથી છોટનની ધરપકડ પણ કરી લીધી હતી.

તમને જણાવી દઇએ, છોટન સિંહ પર 22 હત્યાનો કેસ દાખલ છે. શનિવારે બાહુબલી ધારાસભ્ય અનંત સિંહ વિરુદ્ઘ અનલૉફુલ એક્ટિવટીઝ એક્ટ હેઠલ કેસ દાખલ થયો હતો. ધારાસભ્યના ઘરેથી એક ગ્રેનેડ અને AK 47 મળી આવી હતી. પટના ગ્રામીણ એસપી કાંતેશ મિશ્રા કહ્યું કે, ‘ ગુપ્ત સૂચનાના આધારે મેજિસ્ટ્રેટની ઉપસ્થિતિમાં મોકામોના ધારાસભ્ય અનંત સિંહ ના પૈતૃક ગામ લદમામાં તેમના આવાસ પર રેડ પાડવામાં આવી. આ રેડ દરમિયાન ત્યાંથી AK47 અને ગ્રેનેડ મળી આવ્યો હતો.

ધારાસભ્ય અનંત સિંહ પણ ડઝનો હત્યા અને હત્યા કરાવવાનો પ્રયાસના કેસ પહેલાથી ચાલી રહ્યા છે. અનંત સિંહ પોલીસરના રડાર ફરી ત્યારે આવ્યા જ્યારે ગત દિવસોમાં તેમની એક ઓડિયો ક્લિપ વાયરલ થઇ હતી જ્યાં તેઓ પોતાના સહયોગી સાથે મળીને પોતાની વિરોધીની હત્યા કરવાનું કાવતરું કરી રહ્યા હતા. આ જ ક્રમમાં પોલીસે ગત અઠવાડિયે અનંત સિંહનો પટનામાં વૉઇસ સેમ્પલ ટેસ્ટ પણ કર્યો હતો. ધારાસભ્ય અનંત સિંહના ફરાર થવા પર પોલીસનું એવું કહેવું છે કે, ”અમે અનંત સિંહની પત્ની સાથે વાતચીત કરી છે, તેમની પત્નીએ અનંત સિંહ વિશે કોઇ પ્રકારની જાણકારી આપી નથી. માટે હવે અમે આગળની કાર્યવાહી પર વિચાર કરીશું અને જરૂરી પગલાં ભરીશું.”

 32 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી