September 23, 2021
September 23, 2021

મોત પહેલા સિદ્ધાર્થ શુક્લાએ ઈન્સ્ટાગ્રામ પર કરી હતી આ છેલ્લી પોસ્ટ

ફોટો શેર કરીને ફ્રન્ટલાઈન કામદારોનો માન્યો હતો આભાર

‘બિગ બોસ’ વિનર સિદ્ધાર્થ શુક્લાનું હાર્ટ અટેકથી અવસાન થયું છે. સિદ્ધાર્થ શુક્લા માત્ર 40 વર્ષનો હતો. ચાહકો માટે આ સમાચાર પર ઘણાં જ શોકિંગ છે. ટીવીથી લઈ બોલિવૂડ ઇન્ડસ્ટ્રી હચમચી ગઈ છે. સિદ્ધાર્થે સૂતા પહેલાં કેટલીક દવાઓ ખાધી હતી. ત્યારબાદ તે સવારે ઊઠી શક્યો નહીં. સિદ્ધાર્થને પછી તરત જ કૂપર હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો. જોકે, તે હોસ્પિટલ પહોંચે તે પહેલાં તેનું અવસાન થઈ ચૂક્યું હતું. ડૉક્ટર્સના મતે, સિદ્ધાર્થ શુક્લાને હાર્ટ અટેક આવ્યો છે. જોકે, સિદ્ધાર્થને દવાના ઓવરડોઝને કારણે હાર્ટ અટેક આવ્યો છે કે પછી એમ જ હાર્ટ અટેક આવ્યો છે તે વાત પોસ્ટમોર્ટમ રિપોર્ટ પરથી ખબર પડશે. 

તો બીજી તરફ મોત પહેલા સિદ્ધાર્થ શુક્લાએ ઈન્સ્ટાગ્રામની છેલ્લી પોસ્ટ વધુને વધુ વાયરલ થઈ રહી છે, જેમાં તેણે પોતાનો ફોટો શેર કરીને ફ્રન્ટલાઈન કામદારોનો આભાર માન્યો છે. સિદ્ધાર્થ શુક્લાએ ઈન્સ્ટાગ્રામ પર લખ્યું, ‘તમામ ફ્રન્ટલાઈન કામદારોનો હૃદયપૂર્વક આભાર! તમે તમારું જીવન જોખમમાં મૂકો છો, અસંખ્ય કલાકો કામ કરો છો, અને એવા દર્દીઓને દિલાસો આપો છો જેઓ તેમના પરિવારો સાથે ના હોઈ શક્તા. તમે ખરેખર બહાદુર છો! આગળની લાઈન પર રહેવું સરળ નથી, પરંતુ અમે તમારા પ્રયત્નોની ખરેખર પ્રશંસા કરીએ છીએ. #MumbaiDiaryOnPrime સફેદ ટોપી, નર્સિંગ સ્ટાફ અને તેમના અસંખ્ય બલિદાનમાં આ સુપરહીરોને શ્રદ્ધાંજલિ છે.

 75 ,  1