‘ઓહી તારે સુતલ રાહા ચાચી…’ લોકો હિંમત વધારતા રહ્યા, અને ઉપરથી માલગાડી નીકળી ગઇ…

મહિલાની ઉપરથી પસાર થઇ  માલગાડી…

બલિયા જિલ્લાના સુરેમાનપુર રેલ્વે સ્ટેશન પર સોમવારે એક માલગાડી પાટા પરથી પસાર થઇ રહી હતી ત્યારે એક મહિલા માલગાડીની નીચે આવી ગઈ હતી. સ્થળ પર હાજર લોકો મહિલાને હિંમત આપતા રહ્યા અને તેનો જીવ બચી ગયો. માલગાડી નીચે પડેલી મહિલાને લોકો કહેતા રહ્યા કે ઓહી તારે સુતલ રહા આંટી. થોડીવાર પછી માલગાડી પસાર થઈ અને મહિલાનો જીવ બચી ગયો. આ વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.

ઉત્તર પ્રદેશના બલિયામાં એક મહિલાનો ચમત્કારિક રીતે બચાવ થયો છે. એક વીડિયો ઝડપથી વાયરલ થઇ રહ્યો છે. જેમાં એક માલગાડી એક મહિલાની ઉપરથી પસાર થઇ હતી અને મહિલાનો વાળ પણ વાંકો થયો ન હતો. રેલવે સ્ટેશન પર ટ્રેક ઉપર માલગાડી ક્રોસ કરી રહી હતી. માલગાડીના નીચે એક મહિલા આવી ગઈ હતી. સ્થળ પર રહેલા લોકો મહિલાને સાહસ આપતા રહ્યા અને તેનો જીવ બચી ગયો હતો.

આ ઘટના યૂપીના બલિયા જિલ્લાના સુરેમનપુર રેલવે સ્ટેશન પર સોમવારે બની હતી. આ વાયરલ વીડિયો બે દિવસ જૂનો બતાવવામાં આવી રહ્યો છે.

 48 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી