ઇંડા-નોનવેજની લારી પર પ્રતિબંધ, મુખ્યમંત્રીએ આપ્યું નિવેદન

વેજ-નોનવેજની કોઇ વાત નથી, ટ્રાફિકને નડશે તેવી તમામ લારીઓ હટાવાશે: CM પટેલ

મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલ આણંદના બાંધાણી ગામમાં સ્નેહમિલન કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમને સંબોધિત કરતા મુખ્યમંત્રીએ પ્રથમવાર રાજ્યની મહાનગરપાલિકામાં ઇંડા અને નોનવેજની લારીઓ હટાવવાના નિર્ણય પર નિવેદન આપ્યું હતું.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું કે  લારીઓમાં વેચાતો ખાદ્ય પદાર્થ હાનિકારક ન હોય તે જ અમારો પ્રશ્ન છે. મુખ્ય મંત્રીએ સ્પષ્ટ કહ્યું કે, ટ્રાફિકને અડચણરૂપ લારી હોય તો હટાવવી પડે. સાથે તેમણે કહ્યું કે જેને જે ખોરાક ખાવા હોય તે ખાઈ શકે છે, તેની સામે સરકારને કોઈ વાંધો નથી.

છેલ્લા ઘણા દિવસોથી ઈંડા અને નોનવેજની લારીઓના દબાણને લઈને ગુજરાતની રાજકારણ ગરમાયુ છે, રાજકોટ, વડોદરા, ભાવનગર, જુનાગઢ, ગાંધીનગર અને હવે અમદાવાદમાં પણ  રસ્તા પરથી ઈંડા-નોનવેજની લારીઓ હટાવાશે એવો નિર્ણય AMC દ્વારા કરવામાં આવ્યો છે. વિપક્ષ સમગ્ર મુદ્દે મહાનગરપાલિકાના નિર્ણયનો વિરોધ કરી રહી છે. ત્યારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા ઇંડા-નોનવેજની લારી મામલે મોટું નિવેદન આપવામાં આવ્યું છે.

ઇંડા-નોનવેજની લારી હટાવવાને લઇને CM ભૂપેન્દ્ર પટેલે નિવેદન આપતા કહ્યું છે કે ને ખાવું હશે તે ખાઇ શકે છે એમા અમને વાંધો નથી પણ કોર્પોરેશન એના નિયમ મુજબ નિર્ણય લઇ શકે છે. લારી રસ્તા પર દબાણમાં હશે તો હટાવવામાં આવશે. આ સાથે તેમણે નોનવેજ ઈંડા ખાતા લોકો માટે કહ્યું હતું કે કોઇ પણ નોનવેજ ખાઇ શકે છે. ખાદ્યપદાર્થો આરોગ્ય માટે હાનિકારક ન હોય શકે. પણ જાહેરમાં દબાણ કરી ઊભા રહી ધંધો ન કરી શકાયએ પણ ધ્યાને રાખવું જોઈએ.

 21 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી