સંસદ પરિસરમાં પ્લાસ્ટીકની બોટલ પર પ્રતિબંધ

લોકસભા સચિવાલયે આજે સંસદ ભવન પરિસરમાં રિસાયકલ ન થઇ શકતી પ્લાસ્ટીકની પાણીની બોટલ અને પ્લાસ્ટીકની અન્ય ચીજ-વસ્તુઓનાં ઉપયોગ પર સંપુર્ણ પ્રતિબંધ મુક્યો છે. લોકસભા સચિવાલયનાં સત્તાવાર પ્રેસ રિલીઝમાં આ બાબતની જાણકારી આપવામાં આવી હતી.

પ્રાપ્ત માહિતી મુજબ, 15-ઓગષ્ટે 73માં સ્વતંત્રતા પર્વ પર રાષ્ટ્રજોગ સંબોધનમાં પીએમ મોદીએ દેશનાં લોકોને 2-ઓક્ટોબર 2019થી મહાત્મા ગાંધીની 150મી જન્મજયંતિનાં અવસરે માત્ર એક વખત ઉપયોગમાં આવતી પ્લાસ્ટીકની બોટલનો ઉપયોગ બંધ કરવાનું આહવાન કર્યુ હતું. જાહેરાતમાં કહેવામા આવ્યું છે કે લોકસભા સચિવાલયની આ પહેલ દેશને પ્લાસ્ટીક મુક્ત બનાવવા માટે પ્રધાનમંત્રી મોદી દ્વારા રાષ્ટ્રને કરેલી અપીલની દિશામા એક પગલું છે.

 28 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી