ચાર મહાનગરોમાં રાત્રે 10 વાગ્યા બાદ ST બસો પર પ્રતિબંધ

ST નિગમનો નિર્ણય, ચારેય મહાનગરોમાં કર્ફ્યૂ સમયે બસની એન્ટ્રી પર પ્રતિબંધ

રાજ્યમાં ફરી એકવાર કોરોના સંકટ વધી રહ્યું છે, જેને લઇને રાજ્ય સરકારે ફરી રાત્રિ કર્ફ્યૂનો સમય વધાર્યો છે. આવતીકાલથી એટલે કે, 17 માર્ચ 2017 થી રાજ્યના ચાર મહાનગરોમાં રાત્રિ કર્ફ્યૂનો સમય વધારી રાત્રિના 10 થી સવારના 6 વાગ્યા સુધી કરવામાં આવ્યો છે. જો કે, રાત્રિ કર્ફ્યૂનો સમય વધારતા એસટી નિગમ દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. રાત્રિ કર્ફ્યૂ દરમિયાન ચારેય કર્ફ્યૂગ્રસ્ત શહેરોમાં રાતના 10 વાગ્યા બાદ એસટીની એકપણ બસને શહેરની અંદર પ્રવેશ મળશે નહીં. આ ઉપરાંત રાતના 9 વાગ્યા બાદ એકેય બસ શહેરની અંદરથી ઉપડશે નહીં.

રાજ્યમાં વધતા જતા કોરોના સંક્રમણને ધ્યાને લઈને રાજ્ય સરકારે રાત્રિ કર્ફ્યૂનો સમય વધારી દીધો છે. આવતીકાલે તારીખ 17 માર્ચ 2021થી ચાર મહાનગરોમાં કર્ફ્યૂનો સમય વધારીને 10 થી 6 કરાયો છે. જેથી આવતીકાલથી અમદાવાદ, વડોદરા, સુરત અને રાજકોટમાં રાત્રે 10 થી સવારે 6 વાગ્યા સુધી રાત્રિ કર્ફ્યુનો અમલ કરવાનો નિર્ણય કર્યો છે. રાત્રિ કર્ફ્યૂની આ વ્યવસ્થા 31 માર્ચ 2021 સુધી અમલમાં રહેશે. ત્યારે આ કર્ફ્યૂને ધ્યાનમાં લઇ એસટી નિગમ દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. રાત્રિ કર્ફ્યૂ દરમિયાન અમદાવાદ સહિત ચાર મહાનગરોમાં એસટી બસના ઉપડવા તેમજ પ્રવેશ પર પ્રતિબંધ લગાવ્યો છે.

 44 ,  1