બનાસ મેડીકલ કોલેજના કર્મચારીઓએ આત્મહત્યાની કોશિશ કરતાં હોબાળો..

બનાસકાંઠાનાં બનાસ મેડીકલ કોલેજના વર્ગ ચાર ના કર્મચારીઓ ફીનાઈલ પી આત્મહત્યા ની કોશિશ કરતા હોબાળો સર્જાયો હતો. કોન્ટ્રાક્ટર દ્વારા છુટા કરતા કર્મચારીઓ એ ન છૂટકે આત્મહત્યા કરવાની કોશિશ કરી હતી.એક વર્ષ અગાઉ પાલનપુર સિવિલ હોસ્પિટલ બનાસ મેડીકલ કોલેજ ને સોંપવામાં આવી હતી.

પરતું છેલ્લા કેટલાય વર્ષોથી વર્ગ ચારનાં કર્મચારીઓ કોન્ટ્રાક્ટર દ્વારા નિમવામાં આવતા હતા. અને આ વર્ષે નવી એજન્સીને કોન્ટ્રાક્ટ મળતા તેને જુના કર્મચારીઓને છુટા કર્યા જ્યારે તેમનો પગાર પણ ઓછો કર્યો હતો. 

આ મામલે બનાસ મેડિકલ કોલેજ ના સત્તાધીશો ના જણાવ્યા પ્રમાણે આ સમગ્ર મામલો કોન્ટ્રાક્ટર અને કર્મચારીઓ વચ્ચેનો છે. બનાસ મેડિકલ કોલેજ કોન્ટ્રાક્ટરને નાણાં ચૂકવે છે જ્યારે કર્મચારીઓની નિમણુંક અને પગાર કોન્ટ્રાક્ટ એજન્સી ચૂકવે છે. કર્મચારીઓના આ પ્રશ્ન મામલે કોન્ટ્રાક્ટર સાથે પણ ચર્ચા કરી તેમના પ્રશ્નોનું તાત્કાલિક નિરાકરણ આવે તે માટે સૂચના અપાઈ હતી. ત્યારે કોન્ટ્રાક્ટ એજન્સી બદલાતા સમગ્ર વિષય બન્યો હતો.

 36 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી