September 25, 2022
September 25, 2022

બનાસકાંઠામાં ચૌધરી સમાજ ઉપર થયેલા હુમલાને લઈ સમાજમાં ભારે આક્રોશ…

તાજેતરમાં લાખણી તાલુકાના કુડા ગામમાં બનેલી ચકચારી ઘટનાથી ચૌધરી સમાજમાં આક્રોશ જોવા મળી રહ્યો છે. ત્યારે આજે ડીસાના સાઈબાબા મંદિરથી આજના ચૌધરી સમાજ દ્વારા વિશાલ મૌન રેલી યોજીને કુડા સામુહિક હત્યાકાંડ સહિત અન્ય બે હુમલાને વખોડી કાઢવામાં આવી હતી અને ચૌધરી સમાજમાં બનેલી ઘટનાઓને લઈને ડીસાના કલેક્ટરને આવેદન પત્ર આપવામાં આવ્યું હતું. જોકે નાયબ કલેકટર હાજરના હોઈ તમામ ચૌધરી સમાજના આગેવાનો કલેકટર ઓફિસમાં બેસી ગયા હતા અને ભારે રોષ વ્યક્ત કર્યો હતો.

એક અગ્રણી ભેમાભાઈ. ચૌધરી દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, કુડા હત્યાકાંડમાં પોલીસ દ્વારા ભીડને સંકેલવામાં આવી રહી છે તેવા આક્ષેપો સાથે જણાવ્યું કે, પોલીસ ખુદ કુડા હત્યાકાંડમાં મરનાર મોભીને આરોપી બતાવી રહી છે જેને અમે શખ્ત શબ્દ માં વખોડી કાઢીએ છીએ અને બનાસકાંઠા જિલ્લા પોલીસ નિષ્પક્ષ તપાસની માગ કરીએ છીએ.

હમણાં હમણાં ચૌધરી સમાજમાં ત્રણ હુમલાઓ થઈ ચુક્યા છે જયારે કુડા હત્યાકાડમાં પોલીસ પરિવારના મોભીનું મોત થતા પોલીસ દ્વારા મરનાર પરિવારના સભ્યોનો ખુન કરવામાં આવી હોવાનું જાણવા મળી રહ્યું છે. પોલીસ દ્વારા મોભીનું સંકેલવામાં પ્રયત્નો થઈ રહ્યા છે તેથી તેની ઉડાન પૂર્વક તપાસ થાય તે અર્થે CBI દ્વારા તટસ્થ તપાસ થાય તે અંગે અમે માગણી કરીને પીડીતાઓને ન્યાય આપવા સહુ ચૌધરી સમાજના આગેવાનો આજે ઉપસ્થિત રહ્યા હતા.

સાથે સાથે દાંતીવાડા તાલુકાના ભાડોત્રા ગામે ચૌધરી પરિવાર પર થયેલા હુમલાના આરોપી હજુ સુધી ખુલ્લેઆમ ફરી રહ્યા છે તેમજ વડગામ તાલુકાના નાંદોત્રા ગામમાં ચૌધરી સમાજની દિકરી ઉપર થયેલ ક્રૂર હત્યાના આરોપીને કડકમાં કડક સજા થાય તે માટે જિલ્લામાં ચૌધરી સમાજ દ્વારા આજે ડીસાના નાયબ કલેકટરને આવેદનપત્ર આપીને તમામ હત્યાકાંડના ગુનેગારોને વહેલામાં વહેલી તકે પકડી પાડીને પીડિત પરિવારને ન્યાય આપવામાં આવે તેવી માગણી કરવામાં આવી હતી.

પોલીસ દ્વારા તટસ્થ તપાસ કરીને આરોપીઓને પકડી પાડીને સમાજમાં દાખલો બેસે તેવી કડકમાં કડક આરોપીને સજા થાય તે દિશામાં પગલા લેવા તમામ આગેવાનો દ્વારા વિનંતી કરવામાં આવી હતી પોલીસ દ્વારા સમગ્ર મામલાની નિષ્પક્ષ તપાસ કરવામાં આવે તેવી ચૌધરી સમાજ દ્વારા માગણી કરવામાં આવી હતી.

 39 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી