બનાસકાંઠા : રાજ્યના નાયબ મુખ્યમંત્રીએ તમામ આરોગ્ય વિભાગને કર્યો આદેશ….

બનાસકાંઠા જિલ્લામાં મચ્છરનો ઉપદ્રવ ઘટાડવા તેના અગમચેતીના ભાગરૂપે આરોગ્ય વિભાગ દ્વારા વાહકજન્ય રોગ નિયંત્રણ અને અટકાયતની સઘન કામગીરી હાથ ધરવામાં આવી હતી. જેમા ખુલ્લામાં ભરાયેલા પાણીમાં ગપી ફિશ નાખવાની પ્રક્રિયા હાથ ધરાઈ છે. ગપી ફિશએ પોરા અને મચ્છરના ઉપદ્રવને અટકાવશે જે માટે જિલ્લા આરોગ્ય વિભાગે તળાવોમાં રહેલી ગપી ફિશ ખુલ્લા પાણીમાં નાખવાની કામગીરી હાથ ધરી છે. ગપી ફિશ પાણીના પોરા અને મચ્છર નો ખોરાક તરીકે ઉપયોગ કરે છે. જોકે મચ્છર ના ઉપદ્રવ ને અટકાવવા જિલ્લામાં કામગીરી હાથ ધરાઈ છે.

બનાસકાંઠા જિલ્લામાં વરસાદ બાદ ઠેર ઠેર મચ્છરોનો ઉપદ્રવ વધ્યો છે રોગચાળો પણ ફેલાયો છે ત્યારે મચ્છરોનો ઉપદ્રવ વધવાને કારણે ડેન્ગ્યુ જેવા રોગની બીમારીનો લોકો ભોગ પણ બન્યા છે ત્યારે રાજયના આરોગ્ય વિભાગે એક નવતર પ્રયોગ કરીને ગપી ફિશ આવા ભરાયેલા પાણીમાં નાખવાનો નિર્ણય કર્યો છે. જોકે, બનાસકાંઠા આરોગ્ય વિભાગે તાલુકાઓમાં પી એચ સી ને આ કામગીરી સોંપી છે ગપ્પી ફિશ જે તે વિસ્તારના તળાવ ડેમ અથવા જ્યાં મચ્છરોનો ઉપદ્રવ હોય ત્યાં નાખવામાં આવશે.અને મચ્છરોનો ઉપદ્રવ ઘટાડવાની કામગીરી હાથ ધરાઇ છે.

પ્રતિનિધિ: કલ્પેશ મોદી, પાલનપુર.

 33 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી