બનાસકાંઠાઃ જિલ્લા આરોગ્ય અધિકારીને મળી ધમકી

બનાસકાંઠા જિલ્લા આરોગ્ય અધિકારીને ધમકી મળતા આરોગ્ય અધિકારીએ પાલનપુર પોલીસ મથકે ધમકી આપનાર ઈસમ સામે કાર્યવાહી કરવાની લેખિત ફરિયાદ કરી છે.

બનાસકાંઠા જિલ્લા આરોગ્ય અધિકારી શાહને આજે અજાણ્યા મોબાઈલ પર થી ધમકી મળી હતી.અધિકારી શાહ પાસે ધમકી આપનાર ઇસમે આંગણવાડી અને આશા વર્કરો ના નામ અને નમ્બર ની માંગણી કરી હતી

જોકે પોતાના સ્ટાફની માહિતી ન આપનાર આરોગ્ય અધિકારીને અપશબ્દો બોલી ને ધમકી આપતા આરોગ્ય અધિકારીએ પાલનપુર પશ્ચિમ પોલીસ મથકે અજાણ્યા ઈસમ સામે ફરિયાદ નોંધાવી છે જોકે જિલ્લા ના મહત્વ ના વિભાગ એવા આરોગ્ય અધિકારી ને ધમકી મળતા આરોગ્ય વિભાગ મા દહેશત નો માહોલ ફેલાયો હતો

 85 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી