બનાસકાંઠા: વ્યાજખોરથી પીડિત પરિવારના વડીલે પોતાના જ સ્વજનોની કરી હત્યા

બનાસકાંઠાના લાખાણી તાલુકાના કુડા ગામે એક પરિવારના 4 સભ્યોની હત્યા થયાંની ઘટના સામે આવી છે. 21 લાખ રૂપિયાની ઉઘરાણી મુદ્દે પિતાએ અન્ય ચાર સભ્યો પુત્ર, પુત્રવધુ, પત્ની અને પ્રપોત્રની ગત મોડી રાત્રે કરપીણ હત્યા કરી પોતે ઝેરી દવા પી આપઘાત કરવાનો પ્રયાસ કર્યો હતો.

પિતાને ઝેરી દવાની અસરથી હાલ ગંભીર છે જેને પાલનપુરની સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા છે. ચારેય મૃતક લોકોને ગાળાના ભાગે તીક્ષ્ણ હથિયારોના ઘા જોવા મળ્યા છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, રાત્રિના સમયે આ બનાવ બન્યો છે. લાખણી તાલુકાના કુંડા ગામમાં પટેલ પરિવારમાં એકસાથે પાંચ વ્યક્તિને મોતને ઘાટ ઉતારવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. જેમાંથી ચાર લોકોના મોત નિપજ્યા છે. તો એક વ્યક્તિ ઈજાગ્રસ્ત છે. આ પરિવારના આનંદીબેન કરસનભાઈ પટેલ (50 વર્ષ), ઉકાજી કરસનભાઈ પટેલ (ઉંમર 22 વર્ષ), સુરેશ કરસન પટેલ (ઉંમર 13 વર્ષ) અને ભાવના કરસન પટેલ (ઉંમર 18 વર્ષ)ની હત્યા થઈ છે. જેમાં 55 વર્ષના કરસનભાઈ સોનાજી ઘાયલ છે.

દિવાલ પર લખાણ લખવામાં આવ્યું છે કે આ પરિવાર પાસેથી 21 લાખની બાકી ઉઘરાણીના કારણે હત્યા કરવામાં આવી છે. મહત્વની બાબત છે. વહેલી સવારે લોકોને જાણ થઈ ત્યારે ગ્રામજનોએ પોલીસને જાણ કરી હતી. પાંચ સભ્યોના પરિવારમાંથી 4ની હત્યા કરાઈ છે જ્યારે એકની હાલત ગંભીર છે. પોલીસે આ ઘટના બાદ પોસ્ટમોર્ટમની પ્રક્રિયા હાથ ધરી છે.

 18 ,  1 

રસપ્રદ

રાજકારણ

વ્યાપાર