બનાસકાંઠા: બાઈક ચોરી કરતી ગેંગ ઝડ્પાઇ

બનાસકાંઠા એલસીબી પોલીસે બાઈક ચોરી કરતી ગેંગને ઝડપી પાડી છે. બનાસકાંઠા અને પાટણ બંને જિલ્લાઓમાંથી નવ જેટલી બાઇકો ચોરી કરતા ચાર ઇસમોને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથધરી છે. બાઈક ચોરી કરતી ગેંગમાં પકડાયેલા ચાર ઈસમો પૈકી બે લોકો અગાઉ પણ ચોરીનાં ગુનામાં ઝડપાયેલા છે.

બનાસકાંઠાના કાંકરેજ ને દિયોદર પંથકમાં બાઇક ચોરીની ઘટનાઓ સામે આવી હતી. ધોળા દિવસે ભરબજારમાં થી બાઈક ચોરી કરતા અસામાજિક તત્વો સીસીટીવી કેમેરામાં કેદ થયા હતા.આ મામલે સ્થાનિક પોલીસ તેમજ લોકલ ક્રાઈમ બ્રાંચે બાઇક ચોર સુધી પહોંચવા માટે પ્રયત્નો હાથ ધર્યા હતા. જે દરમિયાન બનાસકાંઠા એલસીબીના પોલીસકર્મીઓ દિયોદર વિસ્તારમાં હતા તે દરમિયાન ચોરીનું બાઈક લઈ આરોપીઓ પસાર થતાં તેમની ઉલટ તપાસ હાથ ધરી હતી. જેમા તપાસ માં તેમની પાસેથી નવ જેટલા ચોરીના બાઈક તેમજ આ સમગ્ર ચોરીના કૌભાંડ સાથે સંકળાયેલા આરોપીઓ એલસીબીના હાથે લાગ્યા હતા.

બાઈક ચોરી કરતી ગેંગ અગાઉ પણ બાઈક ચોરીના ગુનામાં સંડોવાયેલી છે. બાઈક ચોરી કરતી ગેંગ ના આરોપીઓ1) કાંતિ ઠાકોર 2) વનરાજ ઠાકોર 3)કિરણ રાજપૂત તથા 4) રમેશ જોશી  પૈકી બે આરોપીઓ સામે બાઈક ચોરીના અગાઉ પણ ગુના નોંધાયેલા છે. અત્યારે તો એલસીબી પોલીસે પકડાયેલા આરોપીઓની ઉલટ તપાસ હાથધરીને બીજી કેટલી બાઈક આ પ્રકારે ચોરી છે અને ચોરેલી બાઈકનું તેઓ ક્યાં વેચાણ કરતા હતા તે મામલે તપાસ હાથ ધરી છે.  આ સમગ્ર મામલે એલસીબી પોલીસે ઊંડાણપૂર્વકની તપાસ હાથધરી છે ત્યારેે જોવાનું એ રહેશે કે બાઈક ચોરી કરતી ગેંગ પાસેથી પોલીસ બીજી કેટલી ચોરીના ભેદ ઉકેલ્યા છે.

 53 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી