બનાસકાંઠા : પ્રેમી પંખીડાનો સજોડે ગળેફાંસો ખાઈ આપઘાત

વડગામ તાલુકાના નગાણા ગામનો બનાવ, પરિવારે એક થવા ન દેતા જિંદગી ટૂંકાવી

બનાસકાંઠામાં પ્રેમી પંખીડાનો આપઘાતનો મામલો સામે આવ્યો છે. પ્રેમમાં પરિવાર એક થવા નહીં દે તેવું માની યુવક યુવતીએ ગામની સીમમાં સજોડે ઝાડ સાથે ફાંસો ખાઇ મોતને વહાલું કરતા ચકચાર મચી ગઇ હતી.

વડગામ તાલુકાના નગાણા ગામની સીમમાં પ્રેમી પંખીડાઓએ નાસીપાસ થતા આપઘાત કર્યો હતો. જીવનનો અંત આણી લેતા બંને પરિવારો પર આભ તૂટી પડ્યું હતુ. મધ્યમ વર્ગના કુટુંબમાંથી આવતા આ બંને પ્રેમી પંખીડાઓ વચ્ચે પ્રેમ સંબંધ હતો. જ્યાં પ્રેમ સંબંધમાં નાસીપાસ થતા બંને સજોડે ઝાડ પર ગળેફાંસો ખાઇ આપઘાત કરી લીધો હતો. આ ઘટના અંગે છાપી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

ઘટનાની વિગત મુજબ, નગાણા ગામની સીમમાં સરસ્વતી નદીના કાંઠે બે પ્રેમી- પંખીડાઓની ઝાડ પર લટકતી હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો. ઘટનાની જાણકારી મળતા છાપી પોલીસ સહિતનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો. પોલીસે બંનેના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે હોસ્પિટલ ખસેડી આગળની તપાસ હાથ ધરી હતી.

 116 ,  1 

રસપ્રદ

રાજકારણ

વ્યાપાર