બનાસકાંઠા : ગુમ થયેલી મુકબધીર સગીરાનું ગળું કાપીને હત્યા, CCTVના આધારે પોલીસે હાથ ધરી તપાસ

12 વર્ષની સગીરાની ગળું કપાયેલી હાલતમાં મળી આવી લાશ, કિશોરીની ક્રુરતા પૂર્વક હત્યા

બનાસકાંઠા જિલ્લામાં એક હત્યાની ઘટના સામે આવી છે. દાંતીવાડાના ભાખર ગામ ખાતે એક 12 વર્ષની મૂકબધીર કિશોરી એક દિવસ પહેલા ગુમ થઈ હતી. જે બાદમાં એક અવાવરું જગ્યા પરથી કિશોરીનો ગળું કાપેલી હાલતમાં મૃતદેહ મળી આવતા ચકચાર મચી ગઇ હતી. પોલીસને આ અંગે જાણ થતાં દાંતીવાડા પોલીસ ઘટનાસ્થળે પહોંચી છે અને વધુ તપાસ હાથ ધરી છે. 12 વર્ષીય સગીરાની ક્રુરતા પૂર્વક હત્યા કરવામાં આવી છે.

ઘટનાની વિગત મુજબ, ડીસાના શિવનગર વિસ્તારમાં રહેતી મૂક બધિર કિશોરી હની દિનેશભાઈ માળી શુક્રવાર સાંજે ગુમ થઇ હતી. શોધખોળ બાદ કોઇ ભાળ ન મળતા આખરે પરિવારજનોએ પોલીસનો સહારો લીધો હતો. સગીરાના પરિવારજનોએ ડીસા ઉત્તર પોલીસ મથકે ગુમ થયા અંગેની જાણવા જોગ ફરિયાદ આપી હતી.

જોકે તપાસ દરમ્યાન મોડી રાત્રે હાઈવે પર આવેલ રિલાયન્સ પેટ્રોલ પંપના સીસીટીવી કેમેરામાં આ મુક બધીર કિશોરીને બાઈક પર બેસાડીને લઈ જતો અજાણ્યો યુવક દેખાયો હતો, જ્યારે બીજા દિવસે વહેલી સવારે દાંતીવાડા તાલુકાના ભાખર ગામ પાસે અવાવરુ જગ્યા પર કિશોરીની શત હાલતમાં હત્યા કરાયેલી લાશ મળી આવી હતી.

કિશોરી ગળુ કાપી ધડથી માથું 20 ફૂટના દૂર ફેંકી દીધેલ હાલતમાં લાશ નજરે પડી હતી, જેથી પોલીસે મૃતકના પરિવારજનોને જાણ કરી હતી. ડોગ સ્કોડ અને એફએસએલની ટીમને પણ ઘટનાસ્થળે બોલાવી, હત્યા કરવા પાછળનું કારણ અને હત્યારા ને શોધવા પોલીસે ઝીણવટ ભરી તપાસ શરૂ કરી હતી.

તો બજી તરફ માળી સમાજની 12 વર્ષીય કિશોરીની નિર્મમ હત્યાના સમાચાર મળતા જ ડીસાના ધારાસભ્ય શશીકાંત પંડ્યા, મહિલા આયોગના સભ્ય રાજુલાબેન દેસાઈ સહિત માળી સમાજના આગેવાનો પણ ઘટના સ્થળે દોડી આવ્યા હતા. જ્યારે મુક બધીર કિશોરીની નિર્મમ હત્યા કરનાર શખ્સને ફાંસીની સજા થાય તેવી માંગણી તેના પરિવારજનો કરી રહ્યા છે.

 106 ,  1 

રસપ્રદ

રાજકારણ

વ્યાપાર