બનાસકાંઠા: છાપીમાં યુવતીએ ઝેરી દવા ગટગટાવી આપઘાત કરતા ચકચાર

બનાસકાંઠાના છાપીમાં આવેલી એક નમકીન ની ફેકટરીમાં કામ કરતી એક યુવતીએ ઝેરી દવા પી આપઘાત કરી લેતા ચકચાર મચી ગઇ છે. તો બીજી તરફ યુવતીના પરિવારજનોએ ફેકટરીના માલિક સામે ગંભીર આરોપ લગાવ્યો છે. પરિવારજનોએ આરોપ લગાવ્યો છે કે ફેકટરી મેનેજર તેમજ માલિક યુવતીનું શારીરિક શોષણ કરતા હતા.

મૃતક યુવતી ફેક્ટરી માલિકને તાબે ન થતા ઝેર પીવરાવી હત્યા કરી હોવાનો આક્ષેપ પણ પરિવારજનોએ કર્યો છે. એટલું જ નહીં પરિવારજનોએ છાપી પોલીસ મથકે ફેકટર ના માલિક અને મેનેજર વિરુદ્ધ અરજી દાખલ કરી, ઉગ્ર તપાસની માંગ કરી છે.

તો બીજી તરફ યુવતીની સગાઈ થયા ના 2 દિવસ બાદ જ યુવતીએ આપઘાત કરી લેતા અનેક સાવલો ઉભા થવા પામ્યા છે. જો કે યુવતીએ કયા કારણોસર આત્મહત્યા કરી તે અંગે હજૂ કોઇ ચોક્કસ કારણ સામે નથી આવ્યું હાલ આ મામલે પોલીસે સઘન તપાસ હાથ ધરી છે.

યુવતી એ ફેકટરીમાં દવા શા માટે પીધી તેને લઈ સવાલો ઉભા થયા હતા. યુવતી એ દવા ઘરે પીધી કે ફેકટરીમાં પીધી તે પોલિસ તપાસ બાદ જાણી શકાશે.

 57 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી