બનાસકાંઠાના ધાણધાર પંથકમાં 40 વર્ષ બાદ 4 એકરમાં શેરડીનું 300 મેટ્રિક ટન જેટલું ઉત્પાદન થયું છે. વડગામના જલોત્રામાં 50 વર્ષ પૂર્વે લોકો શેરડીનો ગોળ બનાવતા હતા જ્યાં લોકો પહેલાં પાક નિષ્ફળ જશે તેમ કહી હસતા હતા તે હવે ગૌરવ લે છે. એક સમયે ધાણધાર પંથક તરીકે ઓળખાતો પંથક શેરડીના સાંઠાઓથી લહેરાતો હતો.
જલોત્રા ગામમાં 50 વર્ષ પૂર્વે લોકો શેરડીનો ગોળ બનાવતા હતા. જ્યાં શરૂઆતમાં લોકો પાક નિષ્ફળ જશે તેમ કહી હસતા હતા તે હવે શેરડીના ઉત્પાદનથી ગૌરવ લઇ રહ્યા છે. પાલનપુરથી અંબાજી જતા 20 કિલોમીટરના અંતરે હાઈવે પર જલોત્રા ગામ પાસે 4 એકરમાં લહેરાતો શેરડીનો પાક જોઈ અત્યારે સૌ કોઈ ચોંકી જાય છે. બનાસકાંઠા જિલ્લામાં વસતા સૌ કોઈને ખબર છે કે પાછલા 45 વર્ષથી અપૂરતા પાણીને લીધે જિલ્લામાં ક્યાંય શેરડીનું ઉત્પાદન થતું નથી. સૌ કોઈની એવી માન્યતા છે કે,શેરડીના ઉત્પાદનમાં ખૂબ જ વધુ પ્રમાણમાં પાણીની જરૂર પડે છે.જમીન ભેજવાળી હોય તે ખૂબ જરૂરી છે.જલોત્રા ગામમાં મહેન્દ્રભાઈ ભટોળે સામા પ્રવાહે ચાલી 300 મેટ્રિક ટન જેટલો શેરડીનો પાક મેળવી લીધો છે.
ધાણધાર પંથકમાં વડવાઓ શેરડીની ખેતી કરતા હતા. તેમનું સપનું હતું કે બનાસકાંઠા જિલ્લાના ધાણધાર પંથકમાં સુગર મીલ બને પરંતુ કાળક્રમે પાણીના તળ ઉંડા જતા સપનુ માત્ર સપનું બની ગયું હતું જોકે જલોત્રા સ્થિત સમગ્ર ખેતરમાં ટપક પદ્ધતિનો ઉપયોગ કરાયો છે. 24 કલાક વીજળી મળી રહે છે. જેથી વધુ પાણી કરતા માફકસરના ભેજના લીધે મબલખ ઉત્પાદન શક્ય બન્યું છે.જોકે, શેરડીની ખેતી ત્રણ વર્ષ સુધી ઉત્પાદન આપે છે તેથી ખેતીમાં ખર્ચ અને મહેનતનો બચાવ થાય છે. અધૂરામાં પૂરું ટીસ્યુ કરીને બિયારણ તૈયાર કર્યું હોવાથી હવે વારંવાર વાવેતર કરવાની સમસ્યા નહિ રહે ત્યારે હવે તો આ પ્રગતિશીલ ખેડૂત સુગર મિલ ના સ્વપ્ન તરફ આગળે વધી રહ્યા છે.
પ્રતિનિધિ : કલ્પેશ મોદી, બનાસકાંઠા.
28 , 1