બનાસકાંઠા જીલ્લાના, ડીસા તાલુકાના જેનાલ ગામે રેલવે અન્ડરપાસમાં વરસાદી પાણીનો ભરાવો થવાથી ગ્રામજનો અને વિદ્યાર્થીઓને અવરજવરમાં મોટી તકલીફ પડી રહી છે.
રેલ્વે તંત્ર દ્વારા રેલ્વે લાઈન નાખતી વખતે અન્ડરપાસ તો બનાવી દેવામાં આવે છે, પરંતુ ત્યારબાદ લોકોને પડતી હાલાકીનો ક્યારેય વિચાર કરવામાં આવતો નથી.
આવી જ હાલત ડીસા તાલુકાના જેનાલ ગામના અન્ડરપાસ ની છે. મામુલી વરસાદમાં પણ અન્ડરપાસમાં પાણી ભરાઈ જાય છે. અને ગ્રામ વાસીઓને હાલાકીનો સામનો કરવો પડે છે.
અનેક વખત તંત્રમાં રજૂઆત કરવા છતાય તંત્રદ્વારા કોઈજ પગલા નાં લેવાતા, ડેરીમાં દૂધ ભરતા લોકો દ્વારા જાતે જ દુધની બરણીમાં અન્ડરપાસનું પાણી ભરીને બહાર ફેંકવામાં આવી રહ્યું છે.
57 , 1