J-K : બાંદીપોરામાં ટેક્સી સ્ટેન્ડ પાસે આતંકી હુમલો, બ્લાસ્ટમાં છ લોકો ઘાયલ

આતંકીઓના નિશાન પર સેનાના જવાનો

જમ્મુ-કાશ્મીરમાં ફરી એકવાર આતંકી હુમલો થયો છે, જેમાં અત્યાર સુધીમાં છ નાગરિકો ઘાયલ થયા છે. આતંકવાદીઓએ બાંદીપોરાના ટેક્સી સ્ટેન્ડ પાસે ગ્રેનેડ ફેંક્યો હતો. આતંકીઓના નિશાન પર સેનાનો કાફલા હતો.

જમ્મુ-કાશ્મીર પોલીસના જણાવ્યા અનુસાર, આતંકવાદીઓએ આ ગ્રેનેડ બાંદીપોરાના સુમ્બલ પુલ વિસ્તારમાં ફેંક્યો હતો. જેમાં છ નાગરિકો ઘાયલ થયા છે. છ ઘાયલોમાં બે મહિલાઓ પણ સામેલ છે, જેમને શ્રીનગરની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. જ્યારે ચાર લોકોની બાંદીપોરામાં સારવાર ચાલી રહી છે. હાલ વિસ્તારો ખાલી કરાવવામાં આવ્યા છે. ભારે સુરક્ષા દળ ઘટનાસ્થળે હાજર છે.

 29 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી