અભિનેત્રી કંગના રણૌત સામે FIR દાખલ કરવા આદેશ, ધર્મના નામે નફરત ફેલાવવાનો આરોપ

અભિનેત્રી કંગના રણૌતની મુશ્કેલીમાં વધારો, બાંદ્રા કોર્ટે ફરિયાદ દાખલ કરવા આપ્યા આદેશ

મુંબઈની બાંદ્રા કોર્ટેને બોલિવૂડ અભિનેત્રી કંગના રનૌત વિરૂદ્ધ એક મામલામાં FIR દાખલ કરવા આદેશ આપ્યો છે. મુન્ના વરાલી અને કાસ્ટિંગ ડિરેક્ટર સાહિલ અશરફ અશેદ સૈયદે બાંદ્રા કોર્ટમાં અરજી કરી હતી. દાખલ કરેલી અરજી અંગે કોર્ટના આદેશમાં કહેવામાં આવ્યું છે કે કંગના સતત બોલિવૂડને બદનામ કરવાનો પ્રયાસ કરી રહી છે. સોશિયલ મીડિયા પ્લેટ ફોર્મથી લઈને ટીવી સુધી, બધે જ તે બોલિવૂડની વિરુદ્ધમાં બોલતી હોય છે. કંગના બોલીવુડને સતત નેપોટિઝમ અને ફેવરિટિઝમનો અડ્ડો બતાવી રહી છે.

અરજીમાં આરોપ લગાવવામાં આવ્યો છે કે, કંગના રનૌત પોતાના ટ્વીટ દ્વારા બોલિવૂડમાં હિંદુ-મુસ્લિમ સમુદાયમાં દુશ્મની ઉભી કરી રહી છે. કંગના બન્ને સમુદાયોની વચ્ચે નફરતને પ્રોત્સાહન આપી રહી છે. એવામાં કંગના પર સાંપ્રદાયિકતાને પ્રોત્સાહન આપાવનો આરોપ છે જેના કારણે બાંદ્રા કોર્ટમાં કંગના વિરૂદ્ધ એફઆઈઆર નોંધવાના આદેશ આપ્યા છે.

અરજીકર્તાએ કોર્ટમાં કંગનાના અનેક ટ્વીટ પણ સામે રાખ્યા હતા. સીઆરપીસીની કલમ 153 (3) અંતર્ગત કંગના વિરૂદ્ એફઆઈઆર નોંધવામાં આવી શકે છે. એફઆઈઆર બાદ કંગનાની પૂછપરછ થશે અને જો કંગના વિરૂદ્ધ મજબૂત પુરાવા મળી આવશે તો તેની ધરપકડ પણ થઈ શકે છે.

 37 ,  1 

રસપ્રદ

રાજકારણ

વ્યાપાર