બાંગ્લાદેશી ઘુસણખોર યુવતીની પાલનપુરમાંથી ધરપકડ

ખોટા આધાર પૂરાવાઓ બનાવી અલગ અલગ રાજ્યોમાં વસવાટ કરતી

ખોટા આધાર પુરાવા બનાવી અલગ અલગ રાજ્યમાં વસવાટ કરતી બાંગ્લાદેશી યુવતીની બનાસકાંઠા SOG દ્વારા પાલનપુર ખાતેથી ધરપકડ કરવામાં આવી છે. બાંગ્લાદેશથી ગેરકાયદેસર યુવતીએ ઘુષણખોરી કરી હોવાનું SOGની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે. બાંગ્લાદેશમાંથી એજન્ટોની મદદ લઈ પશ્ચિમ બંગાળમાં ગેરકાયદેસર રીતે ઘુસણખોરી કરી હતી. ત્યારબાદ ખોટા બનાવટી આધાર પુરાવા પર રાજ્યના અલગ અલગ વિસ્તારમાં વસવાટ કરતી હતી. હાલ આ મામલે SOGએ યુવતીએ અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે.

બનાસકાંઠા SOG પીઆઇ ડી. આર.ગઢવીને ચોક્કસ ખાનગી રાહે માહિતી મળી હતી કે, પાસપોર્ટ અને વિઝા વગર એક બાંગ્લાદેશી યુવતી અમદાવાદથી પાલનપુર તરફ આવી રહી છે અને દિયોદર તરફ જઈ રહી હોવાની બાતમી મળતા જ SOGની ટીમે પાલનપુર એરોમા સર્કલ પાસે વોચ ગોઠવી હતી. આ દરમિયાન હોટલ લાજવંતીની બાજુમાં હાઈવે રોડ ઉપર એક યુવતી શંકાસ્પદ હાલતમાં જણાવતા SOG કચેરીએ લાવી દ્વારા સઘન પુછપરછ હાથ ધરી હતી. યુવતી પાસેના આધાર પુરાવા ચેક કરતા બાંગ્લાદેશમાથી એજન્ટોની મદદ લઈ ભારતમાં પશ્ચિમ બંગાળ રાજ્યમાં ગેરકાયદેસર રીતે ઘુસણખોરી કરી હોવાનું જાણવા મળ્યું હતું.

એટલું જ નહીં ભારતીય નાગરિક હોવાના ખોટા આધાર પુરાવા બનાવડાવી દેશના અલગ અલગ રાજ્યમાં વસવાટ કરતી હોવાનું યુવતીએ કબુલાત કરી હતી. હાલ આ મામલે SOGની ટીમે યુવતીની અટકાયત કરી ફોરેનર્સ એક્ટ અને આધાર કાર્ડ એક્ટ મુજબ તેના વિરુદ્ધ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે. તેમજ આ યુવતી સાથે અન્ય કેટલા લોકો આ રીતે ઘૂસણખોરી કરીને આવ્યા છે તે અંગે પણ પોલીસ તપાસ ચલાવી રહી છે.

 82 ,  1