સરકારી લેવડદેવડ કરતી તમામ બેંકો આ રવિવારે એટલે કે 31મી માર્ચે ખુલ્લી રહેશે. રિઝર્વ બેંકે આ અંગે તમામ બેંકોને નિર્દેશ જારી કર્યા છે. ચાલુ નાણાકીય વર્ષનો અંતિમ દિવસ 31 માર્ચ છે અને એ દિવસે રવિવાર આવે છે. એટલા માટે લેવડદેવડ કરતી તમામ સરકારી બેંકોની શાખાઓને ખુલ્લી રાખવાનો આદેશ આપવામાં આવ્યો છે.
રિઝર્વ બેંકના નિર્દેશ અનુસાર તમામ બેંકોને સરકારી લેવડદેવડ માટે 30 માર્ચે એટલે કે શનિવારે સાંજે આઠ વાગ્યા સુધી અને 31 માર્ચે રવિવારે સાંજે છ વાગ્યા સુધી ખુલ્લી રાખવામાં આવશે. પરિપત્રમાં જણાવવામાં આવ્યું છે કે આટીજીએસ અને એનઈએફટી સહિતના તમામ પ્રકારના ઇલેક્ટ્રાેનિક વ્યવહારો 30 અને 31 માર્ચ 2019 સુધી જણાવેલ સમય સુધી ખુલ્લા રહેશે.
121 , 3