દાદાએ શરુ કરેલી બેન્કે પ્રપૌત્રને જાહેર કર્યો ડિફોલ્ટર, જાણો શા માટે…

કોલકાતા યુકો બેન્કે યશોવર્ધન બિરલાને વિલફૂલ ડિફોલ્ટર જાહેર કરી દીધું છે. યશ બિરલા ગ્રુપની એક કંપની બિરલા સુર્યા લિમિટેડ દ્વારા 67 કરોડ રૂપિયાનું લોન ન ચૂકવવાના પગલે તેમને ડિફોલ્ટર ઘોષિત કરવામાં આવી છે. યશોવર્ધન બિરલા યશ બિરલા ગ્રુપના ચેરમેન પણ છે. બેંકે કહ્યું કે ખાતાને ત્રણ જૂન 2019ના રોજ NPA જાહેર કરવામાં આવ્યું.

યુકો બેંક સ્થાપના યશોધર બિરલાનાં પરદાદા ઘનશ્યામદાસ બિરલાએ 1943માં કરી હતી. જી.ડી બિરલાનાં ભાઇ રામેશ્વરદાસ બિરલા યશ બિરલાનાં પિતા અશોક બિરલાનાં દાદા હતા. બેંગ્લુરુમાં તેમના માતા-પિતાનું એક વિમાન દુર્ધટનામાં મૃત્યુ થયા બાદ યશ બિરલાએ 23 વર્ષની ઉંમરે પરિવારનાં ધંધાનો સંભાળ્યો હતો.

યૂકો બેંક ગત 14 ક્વાર્ટરથી નુકસાનમાં છે. તેનું NPA લગભગ 29 હજાર 888 કરોડ પર પહોંચી ગયું છે. બેંકર્સ અનુસાર કોઇ દેવેદારને ડિલ્ફોટર જાહેર કરવો એક પ્રક્રિયા છે જેમાં તેમણે પોતાની સ્થિતિને રજૂ કરવાની પર્યાપ્ત તક મળે છે. કોઇ દેવેદારને ‘ડિફોલ્ટર’ ત્યારે જાહેર કરવામાં આવે છે જ્યારે તે જાણીજોઇને લોન ચૂકવવામાં અસફળ રહે છે.

 12 ,  1