ફરી લૂંટાઈ બેંક…ધોળાદિવસે ₹ 1.19 કરોડની લૂંટ.. !

બિહારમાં ગન પોઈન્ટ પર પાંચ બુકાનીધારી ₹ 1.19 કરોડની લૂંટ કરીને ફરાર થઈ ગયા

દેશમાં અવારનવાર લૂંટની ઘટનાઓ બનતી રહે છે .અસામાજિક તત્વો દ્વારા આવી પ્રવુતિઓને અંજામ આપવામાં આવતું હોય છે .આવી જ એક ઘટના ફરી એકવાર પ્રકાશમાં આવી છે .બિહારમાં અવારનવાર લૂંટની ઘટના બનતી રહે છે.

મળતી માહિતી મુજબ ,બિહારની એચડીએફસી બેન્કમાં બનેલી એક લૂંટની ઘટનાએ સમગ્ર દેશમાં ચકચાર મચાવી દીધો છે. બિહારના હાજીપુરમાં આવેલી એચડીએફસી બેંકની બ્રાન્ચમાં બંદૂક સાથે 5 બુકાનીધારી વ્યક્તિઓએ એન્ટ્રી કરતા, અફરાતફરી મચી ગઈ હતી અને ધોળાદિવસે ગન પોઈન્ટ પર પાંચ બુકાનીધારી ₹ 1.19 કરોડની લૂંટ કરીને ફરાર થઈ ગયા હતા.

વધારે વિગતોમાં, બિહારની એચડીએફસી બેંકમાં ઘૂસીને આ આરોપીઓએ ગન પોઈન્ટ પર કર્મચારીને રાખીને, કેશ રૂમમાંથી કેશ લાવવા માટે કહ્યું હતું. ગભરાયેલા કર્મચારીઓએ કેશ રૂમમાંથી કેશ લાવીને આ બંદૂકધારીઓને આપી હતી અને ત્યારબાદ, તેઓ બેગમાં ₹ 1.19 કરોડ ભરીને નીકળી ગયા હતા.

અત્રે ઉલ્લેખનીય છે કે ,આ લૂંટની ઘટનાની પોલીસને જાણ કરતા, પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને સમગ્ર ઘટનાની વિગતો મેળવી હતી. પોલીસ સીસીટીવી ફૂટેજ ચેક કરીને આરોપીઓની ઓળખ કરી રહી છે. આ દરમિયાન આ વિસ્તારની આસપાસની સમગ્ર બોર્ડર સીલ કરી દેવામાં આવી હતી. આ ઉપરાંત આની પહેલા પણ ગત અઠવાડિયે મુઝફરનગરમાં એક બેન્કના કેશિયર પાસેથી ગન પોઈન્ટ પર 65 હજાર લૂંટી લેવામાં આવ્યા હતા.

હાલ પોલીસ દ્વારા આ સમગ્ર ઘટનાની ઊંડી તપાસ હાથ ધરાઈ છે .

 70 ,  1 

રસપ્રદ

રાજકારણ

વ્યાપાર