સુરત : બારડોલીના મોતા ગામે આવેલી બેંકમાં તમંચા પર લૂંટ

10.40 લાખની લૂંટ ચલાવી ત્રણ શખ્સો ફરાર

સુરત જિલ્લાના બારડોલીના મોતા ગામે સુરત ડિસ્ટ્રીક્ટ બેંકમાં ધોળા દહાડે ફિલ્મી સ્ટાઇલમાં તમંચાની નોક પર ત્રણ બદમાશોએ 10.40 લાખની લૂંટ ચલાવી ફરાર થઇ જતાં પોલીસ દોડતી થઇ હતી. સુ.ડી.કો બેંકમાં 3 જેટલા લૂંટારુએ તમંચા વડે બેંકને બાનમાં લીધી હતી. ત્રણ લૂંટારુઓ પૈકી બે પાસે તમંચા હતા. બેંકના 6 કર્મચારીઓને બંધક બનાવી લૂંટ ચલાવી હતી. તો બીજી તરફ બેંકમાં લાગવાયેલ સી.સી.ટી.વી કેમેરામાં સમગ્ર ઘટના કેદ થઈ છે. સ્થાનિક પોલીસ સહિત એલ.સી.બી પોલીસનો કાફલો સ્થળ પર પહોંચ્યો હતો. ચારેતરફ નાકાબંધી કરી લૂંટારુઓએને ઝડપી પાડવા તજવીજ હાથ ધરી હતી. બદમાશો 15 જ મિનિટમાં સમગ્ર લૂંટની ઘટનાને અંજામ આપી બાઇક પર ફરાર થઇ ગયા હતા.

બારડોલી તાલુકના મોતા ગામે આવેલી સુરત ડિસ્ટ્રીક્ટ કો. બેંકમાં 3 જેટલા લૂંટારૂ ઘસી આવ્યા હતા. જે પૈકી બે લૂંટારૂ પાસે તમંચા હતા. તમંચાની અણીએ બેંકના 6 જેટલા કર્મચારીઓને બંધક બનાવ્યા હતા. રૂપિયા કઢાવવા માટે મેનેજને લૂંટારૂઓએ એક-બે તમાચા માર્યા હતા. ત્યારબાદ 10.40 લાખની લૂંટ કરી ફરાર થઈ ગયા હતા.

બેંકમાં લૂંટ બાદ ત્રણેય લૂંટારૂ એક જ બાઈક પર ભાગી ગયા હતા. પોલીસે ઘટના સ્થળે પહોંચી મેનેજર સહિત સ્ટાફની નિવેદન લીધા હતા. જેમાં કર્મચારીઓએ લૂંટારૂઓ બાઈક લઈને કામરેજ તરફ ભાગ્યા હોવાનું જણાવ્યું હતું.

બેંકમાંથી લૂંટ ચલાવીને બાઇક પર ભાગેલા ત્રણેય લૂંટારું બેંકથી 100 મીટર દૂર એક ઘરમાં લાગેલા સીસીટીવીમાં પણ કેદ થઈ ગયા છે. લૂંટ કરીને ભાગ્યા બાદ બાઇક બંધ પડી જતાં બે લૂંટારું બાઇકને ધક્કો મારીને ભાગતા નજરે પડ્યા હતા. જ્યારે એક લૂંટારું રોકડ સાથેનો થેલો લઈને ભાગતો નજરે પડ્યો હતો.

બિલ્ડરની ઓફિસમાંથી 90 લાખ રૂપિયાની ચોરી

સુરતમાં 90 લાખ રૂપિયાની ચોરીનો પણ બનાવ સામે આવ્યો છે. આ ચોરી ખટોદરા વિસ્તારમાં એક બિલ્ડરની ઓફિસમાં થઈ છે. રાત્રે બે શખ્સો બિલ્ડરની ઓફિસમાં ઘૂસ્યા હતા અને 90 લાખની રોકડ થેલામાં ભરીને ફરાર થઈ ગયા હતા. આ મામલે પોલીસ હાલ તપાસ કરી રહી છે. જોકે, બંને તસ્કરો ત્યાં લાગેલા સીસીટીવીમાં કેદ થઈ ગયા છે. જેમાં તેઓ રોકડ સાથેના થેલા લઈને ભાગતા નજરે પડે છે. પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે આ મામલે વધારે તપાસ શરૂ કરી છે. દિવાળી અને નવરાત્રી સમયે જ ચોરી થતાં અન્ય લોકોમાં પણ ફફડાટ વ્યાપી ગયો છે.

 22 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી