ડિસેમ્બરમાં આટલા દિવસ બંધ રહેશે બેન્કો…

ધરમના ધક્કા ન ખાવા હોય તો ચેક કરીલો રજાઓનું લિસ્ટ

જો તમે ઈંગ્લીશ વર્ષના અંતિમ ડિસેમ્બર મહિનામાં બેન્ક સાથે જોડાયેલા કામો કરવાના છો આ સમાચાર તમારા માટે અગત્યના છે. આરબીઆઈ તરફથી જાહેર કરવામાં આવેલી રજાઓની લિસ્ટમાં ડિસેમ્બરમાં 12 દિવસ સુધી બેન્ક બંધ રહેશે.

ચાલુ માસમાં દેશભરની તમામ બેન્કો કુલ 12 દિવસ સુધી બંધ નથી રહેવાની. કારણ કે, જે ભારતીય રિઝર્વ બેન્ક દ્વારા જે રજાઓ નક્કી કરી છે અમુક રજાઓ સ્થાનીક હોવાના કારણે તે જગ્યાઓ પર જ બેન્ક બંધ રહેશે. આનો અર્થ એ થયો કે કેટલાક રાજ્યોમાં માત્ર કેટલાક દિવસો માટે બેંકો બંધ રહેશે પરંતુ અન્ય રાજ્યોમાં તમામ બેંકિંગ કામગીરી સામાન્ય દિવસોની જેમ રહેશે.

RBIની ગાઈડલાઈન અનુસાર, રવિવાર ઉપરાંત મહિનાના બીજા અને ચોથા શનિવારે બેન્કો બંધ રહે છે. અહીં આરબીઆઈની ડિસેમ્બર મહિનાની લિસ્ટની સાથે એ પણ જણાવવામાં આવી રહ્યું છે કે કયા દિવસે રાજ્યમાં બેન્ક બંધ રહેશે અને ક્યાં ખુલશે. તેના આધાર પર તમે પોતાની બેન્કો સાથે જોડાયેલા કામ પુરા કરી શકો છો.

ડિસેમ્બર 2021માં બેન્કોનું રજાનું લિસ્ટ

3ડિસેમ્બર – સેન્ટ ફ્રાન્સિસ ઝેવિયરનો તહેવાર (Kanakadasa Jayanthi/Feast of St. Francis Xavier) (પણજીમાં બેંકો બંધ)
5 ડિસેમ્બર – રવિવાર (સાપ્તાહિક રજા)
11 ડિસેમ્બર – શનિવાર (મહિનાનો બીજો શનિવાર)
12 ડિસેમ્બર – રવિવાર (સાપ્તાહિક રજા)
18 ડિસેમ્બર – યુ સો સો થમની પુણ્યતિથિ (શિલોંગમાં બેંકો બંધ)
19 ડિસેમ્બર – રવિવાર (સાપ્તાહિક રજા)
24 ડિસેમ્બર – ક્રિસમસ ફેસ્ટિવલ (આઈઝોલમાં બેંકો બંધ)
25 ડિસેમ્બર – ક્રિસમસ (બેંગલુરુ અને ભુવનેશ્વર સિવાય તમામ સ્થળોએ બેંકો બંધ) શનિવાર, (મહિનાનો ચોથો શનિવાર)
26 ડિસેમ્બર – રવિવાર (સાપ્તાહિક રજા)
27 ડિસેમ્બર – નાતાલની ઉજવણી (આઈઝોલમાં બેંકો બંધ)
30 ડિસેમ્બર – યુ કિઆંગ નોંગબાહ (શિલોંગમાં બેંકો બંધ)
31મી ડિસેમ્બર – ન્યૂ યર ઈવનિંગ (આઈઝોલમાં બેંકો બંધ)

 47 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી