ભારતમાં એક જ મહિનામાં 20 લાખ એકાઉન્ટ્સ પર પ્રતિબંધ મુક્યો

WhatsAppએ યુઝર્સને આપ્યો મોટો ઝટકો, જાણો કારણ

સોશિયલ મીડિયા કંપની વોટસએપે ભારતમાં એક જ મહિનામાં 20 લાખ એકાઉન્ટ પર પ્રતિબંધ મૂકી દીધો છે.

વોટસએપને ઓગસ્ટ મહિના દરમિયાન યુઝર્સ દ્વારા વિવિધ એકાઉન્ટને લઈને 420 જેટલી ફરિયાદો મળી હતી. એકાઉન્ટસ પર બેન મુકવા પાછળના મુખ્ય કારણમાં ઓટોમેટેડ અથવા બલ્ક મેસેજના બિન સત્તાવાર ઉપયોગનો સમાવેશ થાય છે.

વોટસએપના પ્રવકતાના કહેવા પ્રમાણે યુઝર સિક્યુરિટી રિપોર્ટમાં ફરિયાદ કરનારાઓની ડિટેલ છે અને તેના પર વોટસએપ દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે. અમારૂ ધ્યાન મોટા પાયે વાયરલ કરાતા હાનિકારક અથવા અનિચ્છનીય મેસેજોને રોકવા પર છે. અમે વધારે પડતા મેસેજ મોકલતા એકાઉન્ટની ઓળખ કરતા હોય છે અને તેનો રેકોર્ડ રાખતા હોય છે.

વોટસઅપનુ કહેવુ છે કે, ઓટોમેટેડ કે બલ્ક મેસેજ મોકલતા 95 ટકા એકાઉન્ટ પર બેન મુકી દેવામાં આવ્યો છે. કોઈ પણ એકાઉન્ટનો ખોટો ઉપયોગ કરવામાં આવે છે કે નહીં તેના પર અમારી એક ટીમ સતત નજર રાખતી હોય છે.

 35 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી