September 24, 2020
September 24, 2020

અમદાવાદ : ‘પોલીસની હિટલરશાહી સામે અવાજ બુલંદ કરો…’ પોલીસની શાખ પર ડાઘ લાગે તેવા આરોપ પોસ્ટરમાં..!

શહેર કોટડા પોલીસ સ્ટેશનના PI અને વહીવટદારો અંગેના લાગ્યા બેનરો, લગાવ્યા ગંભીર આરોપ

અમદાવાદ શહેમાં પોલીસની શાખ પર ડાઘ લાગે તેવા પોસ્ટર લાગ્યા છે. જેમાં વહીવટદાર અને પોલીસની સાંઠગાઠ સાથે શહેરમાં દારૂ તેમજ કર્ફ્યૂ હોલા છતાં 24 કલાક દુકાનો ચાલું રાખવાનો આરોપ લગાવ્યા છે. આ પોસ્ટર શહેરના શહેરકોટડા વિસ્તાર, નરોડા રોડ અને ઝોન 3 ઓફિસની બહાર લાગ્યા છે.

પોસ્ટરમાં શહેરકોટડા પોલીસ સ્ટેશનના પીઆઇ વી.ડી. વાળા અને તેમના ઉપવહીવટદાર હોમગાર્ડ વિજય હીરાલાલ અને વહીવટદારની રહેમનજર હેઠળ નરોડા રોડ અને શહેરકોટડા પોલીસ સ્ટેશન વિસ્તારમાં દારૂના અડ્ડાઓ અને નાસ્તાની દુકાન 24 કલાક ચાલતી હોવાના આક્ષેપો કરવામાં આવ્યા છે.

પોસ્ટરમાં લખ્યું છે કે, ”કોરોના વાયરસ નાબૂદ કરવા સમગ્ર ભારત દેશમાં લોકડાઉન અને અનલોક-2 લાગુ કરવામાં આવેલ છે. પરંતું આ કાયદો શહેર કોટડા પોલીસ સ્ટેશનના પીઆઇ વી.ડી વાળા અને તેમના માનીતા લાડકવાયા ઉપવહીવટદાર હોમગાર્ડસ વિજય હીરાલાલ અને વહીવટદાર રામસિંહને લાગુ પડતો નથી…”

”કેમ, કે ઉપરોક્ત જવાબદારોની મીઠી રહેમનજર અને સાંઠ-ગાંઠ અને આર્શિવાદથી ખાખી વર્ધીને લાંછન રૂપ દારૂની પરબો અને કોઇપણ પરવાનાં વિના કરફ્યૂનો ભંગ કરીને વિજય હીરાલાલના વહીવટથી મેમ્કો ઉપર ‘જય ભોલે નાસ્તા હાઉસ’ 24 કલાક ચાલુ રાખવામાં આવે છે. જ્યારે સામન્ય નાગરિકો ઉપર લોકડાઉન અને અનલોકનો ડંડો મારવામાં આવે છે..”

નોંધનિય છે કે, પોસ્ટરમાં પોલીસ પર ગંભીર આરોપ લગાવ્યા છે. વહીવટદારના સાંઠ-ગાંઠથી કાયદાનું પાલન કરવામાં ન આવતા હોવાનો ઉલ્લેખ કર્યો છે. પોસ્ટર નીચે ભારતીય સામ્યવાદી પક્ષના નેતા દિનેશ ચૌહાણનું નામ છે. ત્યારે સવાલ એ થાય છે કે આ પોસ્ટરમાં કેટલી સત્યતા છે તે હવે તપાસ બાદ જાણવા મળશે..શહેરના ઘણાં ખરા વિસ્તારોમાં આ પોસ્ટરો લાગ્યા છે. પીઆઇ અને વહીવતદારો સામે કાર્યવાહી થશે કે નહીં તે હોવાનું રહ્યું..

 713 ,  1