સુરતમાં ‘પાકિસ્તાની ફૂડ ફેસ્ટિવલ’નાં બેનર લગાવાતાં હોબાળો

દેશવિરોધી દેશના ફૂડ ફેસ્ટિવલ નહીં ચલાવી લેવાયઃ બજરંગ દળ

 બજરંગ દળ દ્વારા બેનર ફાડી સળગાવી કર્યો વિરોધ : VIDEO

સુરતના રિંગરોડ વિસ્તારમાં આવેલ એક રેસ્ટોરન્ટ દ્વારા ‘પાકિસ્તાની ફૂડ ફેસ્ટિવલ’ના બેનર લગાવાતા ભારે વિવાદ સર્જાયો હતો. બજરંગ દળ દ્વારા આ બેનર ફાડી સળગાવી દેવામાં આવ્યા હતા. એટલું જ નહીં બીજી વખત આવી કરતૂત નહીં કરવા ચેતવણી આપવામાં આવી હતી.

સુરત શહેરના રિંગરોડ વિસ્તારની ટેસ્ટ ઓફ ઈન્ડિયા રેસ્ટોરન્ટની ઉપર પાકિસ્તાની ફૂડ ફેસ્ટિવલની જાહેરાત કરતા બેનર લાગતા ભારે હોબાળો થયો હતો. બજરંગ દળના કાર્યકર્તાઓએ વિરોધ નોંધાવી તમામ બેનર ઉતારી સળગાવી દીધા હતા. સાથે સાથે રેસ્ટોરન્ટવાળાને ચેતવણી આપવામાં આવી હતી.

દેશ વિરોધી દેશોના ફૂડ ફેસ્ટિવલ નહીં ચલાવી લેવાય તેવું બજરંગ દળના દેવી પ્રસાદ દુબેએ જણાવ્યું હતું. તેમણે વધુમાં જણાવ્યું હતું કે કાર્યકર્તાઓ દ્વારા આ વાત ની ખબર પડી હતી. તેઓ સ્થળ પર જઈ તપાસ કરતા ઇસ્લામિક આતંકવાદી દેશ પાકિસ્તાન ફૂડ ફેસ્ટિવલના બેનર લાગ્યા હોવાની માહિતી મળી હતી. બેનર ઉતારી સળગાવી દેવાયા હતા. દેશ વિરોધી દેશોના ફૂડ ફેસ્ટિવલ નહીં ચલાવી લેવાય, ચેતવણી આપી છે. હવે આવું કૃત્ય કરશો તો જવાબ આપશે તેવી ચીમકી આપી હતી..

 58 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી