બાપુનગર પોલીસે ફ્રેક્ચર ગેંગ પાસેથી 5 લાખનો તોડ કર્યો હોવાનો દાવો!!!

બાપુનગરના પૂર્વ PIનો 5 લાખનો તોડ કરતો વીડિયો વાયરલ, તપાસના આદેશ

બાપુનગર પોલીસ ફરી વિવાદમાં આવ્યું છે. પૈસા સાથેનો એક વીડિયો વાયરલ થયો છે. બાપુનગરમાં બે મહિના પહેલા બનેલી ફાયરિંગની ઘટનામાં આરોપીઓ પાસેથી 5 લાખનો તોડ કરવામાં આવ્યો હોવાનો આરોપ લાગ્યો છે. મળતી વિગત મુજબ, બાપુનગરમાં પોલીસે રૂપિયા 5 લાખનો તોડ કર્યો હોવાની માહિતી મળી રહી છે. ફ્રેક્ચર ગેંગના આરોપી પાસેથી બાપુનગર પોલીસે 5 લાખનો તોડ કરી નાંણા પડાવતા હોવાનો વીડિયો હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. તો બીજી તરફ પોલીસ બેડામાં ખળભળાટ મચી જવા પામ્યો છે. આ ઘટના બાદ રૂપિયા 5 લાખ પડાવનારા પોલીસકર્મીઓ સામે તપાસના આદેશ આપી દેવામાં આવ્યા છે.

આ અંગેની વિગતો એવી છે કે, બાપુનગરમાં બે મહિના પહેલા ફાયરીંગની ઘટના બના હતી. પોલીસ તપાસ કરવા સહ આરોપીને લઈ તપાસ કરવા ગઈ હતી. તેના ડ્રોઅરમાંથી 5 લાખ મળ્યા હતા. જોકે પોલીસે તે નાણા રીકવરીમાં નહોતા બતાવ્યા. આ નાણાં આરોપીના પરિવારને પરત આપ્યા છે. ઝોન-૫ને તપાસ આપવામાં આવી છે. આ તપાસમાં કોઈ આક્ષેપ સામે નથી આવ્યો. પોલીસ પાસે હજી આવો કોઈ પણ પ્રકારનો વિડિયો નથી આવ્યો. પોલીસ પાસે હજી કોઈ આ પ્રકારની ફરીયાદ કે આક્ષેપ પણ નથી આવ્યો.

તો બીજી તરફ બાપુનગરના પૂર્વ પીઆઈ એ.એન.તાવિયાડ સહિત 5 વિરુદ્ધ સેક્ટર 2એ તપાસના આદેશ આપ્યા છે. બાપુનગરના પૂર્વ પીઆઈ એ.એન.તાવિયાડ સહિત 5 પોલીસ અધિકારીઓએ ફ્રેક્ચર ગેંગ પાસેથી 5 લાખનો તોડ કર્યો હતો. જેનો વીડિયો વાયરલ થતાં સમગ્ર ઘટનાનો ભાંડો ફૂટ્યો હતો

 94 ,  1 

રસપ્રદ

રાજકારણ

વ્યાપાર