યોગી રાજમાં વધુ એક સગીરા બની દરિંદગીનો શિકાર, ગેંગ રેપ બાદ હત્યા

સગીરા પર પાંચ નરાધમોએ આચર્યું દુષ્કર્મ : નાક અને મોઢું દબાવી રાખતા, શ્વાસ રુંધાતાં મોત

યોગીરાજમાં વધુ એક સગીરા હેવાનિયતનો ભોગ બની છે. બારાબંકીમાં ગેંગરેપ બાદ નરાધમોએ સગીરાની હત્યા કરી નાખી. શરૂઆતમાં પોલીસ આ કેસને દબાવવાનો પ્રયાસ કરતી હોવાન દાવો પરિવારજનોએ કર્ય છે. જો કે પોસ્ટમોર્ટમમાં સગીરા સાથે રેપ તેમજ શ્વાસ રુંંધાવાને કારણે મોત થયું હોવાનો ખુલાસો થતા પોલીસ હરકતમાં આવી હતી.

ઘટનાની વિગત મુજબ, બારાબંકીમાં ખેતરમાં ઘાસ કાપવા ગયેલી એક 15 વર્ષની સગીરા પર 5 લોકોએ ગેંગરેપ કર્યો. પીડિતા ચીસ ન પાડી શકે એ માટે આરોપીઓએ તેનું મોઢું અને નાક દબાવી રાખ્યા. એને કારણે છોકરીનો શ્વાસ રુંધાઈ ગયો અને તેનું મોત થઈ ગયું. પીડિતાની લાશ નજીક દારૂની બોટલો પણ મળી આવી હતી.

મોડી સાંજે ખેતરમાં ઘાસ કાપવા ગયેલી કિશોરીને બંધક બનાવી દરિંદગી આચરી હતી. બાદમાં દરિંદોએ હત્યા કરી નાખી હતી. સગીરા અર્ધનગ્ન હાલતમાં તેમજ હાથપગ બાંઘેલી લાશ મળી આવી હતી. પરિવારના સભ્યોનો આરોપ છે કે પોલીસ શરૂઆતમાં આ કેસને દબાવવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ પોસ્ટ મોર્ટમ રિપોર્ટમાં બળાત્કાર બાદ ગળું દબાવીને હત્યાની પુષ્ટિ કરવામાં આવી છે.

એસપી આર. એસ. ગૌતમે જણાવ્યું હતું કે બુધવારે મોડી સાંજે સતરિખ પોલીસ સ્ટેશનની હદમાં આવેલા એક ગામમાં ખેતરમાંથી એક શબ મળ્યું હતું. પોસ્ટમોર્ટમ રિપોર્ટમા રેપની પુષ્ટિ થયા પછી એફઆઈઆરમાં હત્યા ઉપરાંત દુષ્કર્મની કલમો વધારવામાં આવી. તપાસ માટે અપર એસપીની આગેવાનીમાં ટીમની રચના કરવામાં આવી છે. તમામ પુરાવાઓ એકત્રિત કરવામાં આવશે અને તે મુજબ આગળની કાર્યવાહી કરવામાં આવશે.

 76 ,  1 

રસપ્રદ

રાજકારણ

વ્યાપાર