બારડોલી: મંત્રી ઈશ્વર પરમારને મહિલાએ આપી ઘમકી, ધરપકડ

રાજ્યના સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રી ઈશ્વર પરમારને જાનથી મારી નાખવાની ધમકી ભરી ચિઠ્ઠી મળતા પોલીસ દોડતી થઈ ગઈ હતી. બારડોલી પોલીસ સ્ટેશનમાં અજાણી મહિલા વિરુદ્ધ ફરિયાદ નોંધાવવામાં આવી હતી. હાલ તો પોલીસ મહિલાને પકડી પાડવાની દિશામાં તપાસ હાથ ધરી હતી. અને ગણતરીના કલાકોમાં ધમકી આપનાર મહિલાની ધરપકડ કરી હતી.

ખંડણી માગતી મહિલાએ ચિઠ્ઠીમાં લખ્યું હતું કે, દોઢ કરોડ આપો નહી તો બદનામ કરીશ અને જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી. અજાણી મહિલાએ એક ચિઠ્ઠી રાહદારી દ્વારા મંત્રીની ઓફિસ પહોંચાડી હતી. તો મહિલાએ ધમકીભરી બીજી ચિઠ્ઠી મંત્રીના પરિચિત મિત્રના ત્યાં મોકલાવી હતી.

 35 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી