દેહરાદૂનમાં એક એવું ઝરણું આવેલું છે જ્યાં સ્નાન કરવાથી ત્વચાની બીમારીઓ દૂર થાય છે. દેવભૂમિ ઉત્તરાખંડની રાજધાની તેમજ ઉત્તરી ભારત અને પશ્ચિમોત્તર ઉત્તરાંચલ રાજ્યમાં સ્થિત દેહરાદૂનથી માત્ર 16 કિલોકમીટર દૂર રાજપુર ગામ નજીક આવેવું છે.
વર્ષોથી આ ઝરણાનું ‘ગંધક ઝરણું’ નામથી પ્રચલિત છે. જે ત્વચાની બીમારીઓ દૂર કરવા માટે પ્રસિદ્ધ છે. તેના કેટલાક અન્ય લાભ પણ છે. ખાણી-પીણી અને અન્ય પ્રકારની વસ્તુઓની દુકાનો હોવાની સાથે આ જગ્યા પિકનિક માટે પણ પ્રખ્યાત છે.
ખાસ કરીને અહીંનું મુખ્ય આકર્ષણ ગુફાઓ છે જેમા સતત પાણી ટપકતું રહે છે. આ પાણી ગંધક યુક્ત હોય છે. જેના ઉપયોગથી ચામડીના રોગ દૂર થાય છે. પહાડથી પડતું પાણી કુદરતી રીતે સંચિત કરવામાં આવ્યું છે. ગરમીના મોસમમાં દર વર્ષે સેંકડોની સંખ્યામાં લોકો અહીનો નજારો માનવા આવતા હોય છે.
આ સ્થાન પ્રથમ વડાપ્રધાન જવાહર લાલ નેહરુના પ્રિય સ્થાનોમાંથી એક રહ્યું છે.
106 , 3