‘બાટલા હાઉસ’નું ટ્રેલર રિલીઝ, ખરેખર ફેક એન્કાઉન્ટર હતું કે પછી…!

જોન અબ્રાહમનો દેશપ્રેમ જગજાહેર છે. દેશભક્તિ સાથે જોડાયેલી ફિલ્મોમાં તે સતત જોવા મળી રહ્યો છે. દેશહિત સૌથી પહેલા, દેશભક્તિ સૌથી પહેલા અને બાકીના બધા કામ પછી, એ પોલિસી જોનની રહી છે. લાંબા સમયથી રાહ જોયા બાદ ફિલ્મ ‘બાટલા હાઉસ’ ના ટ્રેલરને રિલીઝ કરવામાં આવ્યું. ટ્રેલર રિલીઝ પહેલા નિર્માતાઓ દરરોજ અલગ પોસ્ટરો રિલીઝ કરી રહ્યા હતા, જેથી ચાહકોમાં ઉત્સાહ વધી ગયો હતો. લાંબા સમયની રાહ જોયા બાદ ચાહકો માટે આ ઉત્સાહ ફળદાયક સાબિત થયો છે.

મુંબઈમાં ફિલ્મ બાટલા હાઉસના ટ્રેલર રિલીઝ પ્રસંગે જોન અબ્રાહમની દેશભક્તી ફરી એક વખત જોવા મળી. જોન અબ્રાહમે જણાવ્યું કે, દેશભક્તિ દેખાડવી કે દેશ પ્રમે કરવો એ કોઈ ટેલેન્ટ નથી. જોન અબ્રાહમે કહ્યું કે, “જ્યારે તમારી સામે તિરંગો આવે છે, તમે જે દેશમાં રહો છો પછી તમે ભલે ગમે તે હોવ, આ દેશના કારણે આપમેળે જ તમારા અંદર દેશભક્તિ, દેશપ્રેમ આવી જાય છે. હું પણ એક કોમન મેનની જેમ જ કરું છું.”

ટ્રેલરમાં આખી વાર્તાની કડીઓને જોડીને સ્ટોરી બતાવવામાં આવી છે. શું ખરેખર એ ફેક એન્કાઉન્ટર હતું કે તેઓ નિર્દોષ વિદ્યાર્થી હતા. ટ્રેલરમાં અમુક દેશભક્તિ જગાડે તેવા ડાયલોગ્સ પણ છે. નોરા ફતેહીનું આઈટમ સોન્ગ પણ છે. જ્હોનની દમદાર એક્ટિંગ જોવા મળી. ટ્રેલરમાં રવિ કિશન, મૃણાલ ઠાકુરની પણ ઝલક જોવા મળી છે. અગિયાર વર્ષ બાદ આ કેસ પરથી પડદો ઊઠશે અને સત્ય સામે આવશે.

 50 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી