મુખ્યમંત્રીને ધમકી આપનાર બટુક મોરારી બાપુની ધરપકડ

રાજસ્થાનના રેવદર પાસેથી LCB પોલીસે કરી ધરપકડ

ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલને ધમકી આપનાર બનાસકાઠા વાવના રામકથાકાર બટુક મોરારી બાપૂ નામના વ્યક્તિએ LCB પોલીસે રાજસ્થાનના રેવદર પાસેથી ધરપકડ કરી છે. ગઈકાલે સોશિયલ મીડિયામાં એક વીડિયો વાયરલ થયો હતો. જેમાં બનાસકાંઠાના વાવના કથાકાર બટુક મોરારીએ ગુજરાતના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ પાસેથી એક કરોડ રૂપિયાની ખંડણી માગી છે. આ ઘટના બાદ પોલીસ એક્શન મોડમાં આવી ધમકી આપનાર બટુક મહારાજની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

CM ભુપેન્દ્ર પટેલને સોશિયલ મીડિયા પર ધમકી આપનાર કથાકાર બટુક મોરારી બાપુની LCBએ રેવદરના દાંતરાઈ ગામ નજીકથી ધરપકડ કરી છે. બનાસકાંઠા LCB અને વાવ-થરાદ પોલીસે સંયુક્ત કાર્યવાહી કરી છે. બટુક મોરારી બાપુએ સોશિયલ મીડિયા પર વીડિયો પોસ્ટ કર્યો હતો. વીડિયોમાં CM ભુપેન્દ્ર પટેલ પાસેતી રૂ.એક કરોડની માગ કરી હતી. રૂપિયા નહી પહોચાજતા અકસ્માતની ધમકી પણ ઉચ્ચારી હતી.

બટુક મોરારીએ એકદમ તોછડી ભાષામાં રાજ્યના સીએમને ઉદ્દેશીને ધમકી આપાતા કહ્યું હતું કે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, હું રામકથાકાર બટુક મોરા‌રિ બોલી રહ્યો છું, વાવ-બનાસકાંઠા મહેશ ભગત, બટુક મોરારી બાપુ..11 દિવસની અંદર 7 તારીખ સુધીમાં 1 કરોડ રૂપિયા મને ગમે ત્યાંથી મોકલાવી દેજો. નહીં તો ગુજરાતમાં પટેલને રાજ નહીં કરવા દઉ, અને તમે (CM ભૂપેન્દ્ર પટેલ) પણ અકસ્માતમાં માર્યા જશે તેવી ધમકી અપાઈ હતી. તમને ગાદીએ બેસાડ્યા એટલે 1 કરોડની દક્ષિણા પહોંચાડી દેજો, સમજ્યા 1 કરોડ… એક રૂપિયો ઓછો નહીં, આજે 25 તારીખ થઈ છે, એટલે 5મી તારીખ સુધીમાં.. ગમે તે માણસને મોકલાવી મને 1 કરોડ મોકલાવી દેજો. એટલે ગુજરાતની ગાદી પટેલોની રહેશે, નહીં તો ત્રણ મહિનાની અંદર ઉપાડીને ફેંકી દઈશ. બટુક મોરારી બાપૂ બોલું છું. મહેશ ભગત…

 77 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી