BB13: ગોવિદાની ભાણજે કર્યો ખુલાસો, જ્યારે તે 13 વર્ષની હતી ત્યારે રેપની કોશિશ…

હાલમાં દીપિકા પાદુકોણની ફિલ્મ છપાક હાલ સિનેમાઘરમાં રીલિઝ થઇ ચૂકી છે. ફિલ્મને મિક્સ રિસપોન્સ મળી રહ્યો છે. ફિલ્મની રીલિઝ પછી દીપિકા પાદુકોણ, એક્ટર વિક્રાંત મૈસી અને એસિડ સર્વાઇવર લક્ષ્‍મી અગ્રવાલ બિગ બૉસના ઘરમાં ફિલ્મ છપાકના પ્રમોશન માટે પહોંચ્યા.બૉલીવુડ એક્ટર ગોવિંદાની ભાણેજ અને કૃષ્ણા અભિષેકની બહેન આરતી સિંહ હાલ બિગ બૉસ 13માં કન્ટેસ્ટન્ટ તરીકે જોવા મળી રહી છે. સલમાનના ‘વીકેં કે વાર’ એપિસોડમાં આરતી સિંહે પોતાની લાઈફ સાથે જોડાયેલી એવી વાતો જણાવી જે સાંભળીને આખું ઘર ભાવૂક થઈ ગયું છે. આરતી સિંહે બાળપણમાં પોતાની સાથે થયેલ ભયાનક ઘટનાનો ઉલ્લેખ કર્યો.

આરતી સિંહનો ખુલાસો

જણાવી દઈએ કે દીપિકા પાદુકોણ અને લક્ષ્‍મી અગ્રવાલ બંને ફિલ્મ ‘છપાક’ના પ્રમોશન માટે બિગ બૉસ હાઉસમાં આવી હી. જ્યાં લક્ષ્‍મીએ તમામ ઘરવાળાને પોત-પોતાની લાઈફમાં આવેલ કેટલીક દર્દનાક કિસ્સાઓ શેર કરવા માટે કહ્યું. બધાએ કંઈકને કંઈક ાત શેર કરી. આરતી સિંહનો પણ નંબર આવ્યો. તેમણે જણાવ્યું કે જ્યારે તે 13 વર્ષની હતી, ત્યારે તેના જ ઘરના નોકરે તેનો રેપ કરવાની કોશિશ કરી હતી. તે સમયે પોતે ઘરમાં એકલી હતી. આરતીએ જણાવ્યું કે પોતે ઘર પર ઊંઘી રહી હતી. તેણીના નોકર સિવાય ઘરમાં બીજું કોઈ નહોતું. ભાગી ના શકે માટે નોકરે બધા દરવાજા પણ બંધ કરી દીધા હતા. આ ઘટના જ્યારે બની ત્યારે તે લખનઉમાં હતી. જેમ-તેમ કરીને તે ખુદને બચાવવા માટે આમ-તેમ ભાગી રહી હતી અને અંતે તેણે ઘરના બીજા માળેથી છલાંગ લગાવી દીધી હતી અને રસ્તા પર ભાગવા લાગી.

સાંભલો આરતીના મોઢે

આરતીએ જણાવ્યું કે આ ઘટના બાદ તે ઘણી પરેશાન રહી. આ ઘટનાના આઘાતમાંથી બહાર નિકળવામાં તેમને કેટલાય વર્ષો લાગી ગયાં. જો કે તેમની મમ્મી અને તેમના ભાઈએ ઘણો સપોર્ટ કર્યો અને પાછલા 7-8 વર્ષથી તે નોર્મલ છે.

 11 ,  1 

રસપ્રદ

રાજકારણ

વ્યાપાર