BCCI પ્રમુખ સૌરવ ગાંગુલી કોરોનાની ઝપેટમાં

કોલકાતાની વુડલેન્ડ હોસ્પિટલમાં એડમિટ

BCCI પ્રમુખ અને પૂર્વ ભારતીય કેપ્ટન સૌરવ ગાંગુલી કોરોના વાઈરસથી સંક્રમિત થયા છે. કોરોનાના ઓમિક્રોનના વધતા સંકટ વચ્ચે આ સમાચાર ચિંતાજનક છે. સૌરવ ગાંગુલીને કોલકાતાની વુડલેન્ડ હોસ્પિટલમાં એડમિટ કરવામાં આવ્યા છે. ડોક્ટર્સ સતત તેમની દેખરેખ રાખી રહ્યાં છે.

સૌરવ ગાંગુલીના કોરોના પોઝિટિવ હોવાના સમાચાર આવતા જ સોશિયલ મીડિયા પર ચાહકો દ્વારા ચિંતા વ્યક્ત કરવામાં આવી હતી. તમને જણાવી દઈએ કે તાજેતરમાં સૌરવ ગાંગુલી સતત ચર્ચામાં રહ્યા છે, જ્યારે ટીમ ઈન્ડિયામાં કેપ્ટનશિપને લઈને વિવાદ થયો હતો.

નોંધનીય છે કે, જાન્યુઆરી 2021માં સૌરવ ગાંગુલીને હાર્ટ એટેક આવ્યો હતો, જેના પછી તેને થોડા દિવસો સુધી હોસ્પિટલમાં દાખલ રહેવું પડ્યું હતું. ત્યારબાદ સૌરવ ગાંગુલીને મહિનામાં બે વાર એન્જિયોપ્લાસ્ટી કરાવવી પડી હતી. જો કે, તે પછી તે સ્વસ્થ થઈ ગયા હતા અને સતત કામ કરી રહ્યા છે.

દેશમાં કોરોનાથી ઓમિક્રોનનું સંક્રમણ ઝડપથી ફેલાઈ રહ્યું છે. એક જ દિવસમાં સૌથી વધુ 135 કેસ નોંધાયા છે, જેમાં કુલ દર્દીઓની સંખ્યા 670 થઈ ગઈ છે. સોમવારે મહારાષ્ટ્રમાં 26 નવા સંક્રમિત મળી આવ્યા હતા. ગુજરાતમાં પણ 24 નવા દર્દીઓ સામે આવ્યા છે. અન્ય રાજ્યોમાંથી પણ કેસ નોંધાયા છે.

દેશમાં ઓમિક્રોનના સંક્રમણ ઝડપથી ફેલાઈ રહ્યું છે. દેશમાં અત્યારસુધીમાં 19 રાજ્ય-કેન્દ્રશાસિત પ્રદેશોમાં ઓમિક્રોન ફેલાઈ ગયો છે, જેમાં કુલ સંક્રમિતોની સંખ્યા 670 થઈ ગઈ છે.

 49 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી