કાળી ગરદનને સુંદર અને સ્વચ્છ બનાવવા કરો આ ઉપાય

સુંદર અને સ્વચ્છ ચહેરો કોને નથી ગમતો? જો ચહેરો સુંદર હોય તો તે તમારી પર્સનાલિટીમાં વધારો કરે છે. આ ઉપરાંત આપણે શરીરને સ્વસ્થ રાખવા માટે પણ ખૂબ જ મહેનત કરતા હોઇએ છીએ. .

જોકે ક્યારેક એવુ પણ બને છે કે શરીરને સ્વસ્થ રાખવાના ચક્કરમાં આપણે નાની-નાની વાતો ભૂલી જઇએ છીએ. જેમ કે ચહેરાની સાથે ગરદનનું ધ્યાન રાખવુ જરૂરી છે. જો ચહેરો સ્વસ્છ હશે પરંતુ ગરદન કાળી હોય તો નિખાર ઝાંખો લાગે છે. અમે તમને જણાવી રહ્યા છીએ કેટલાક ઉપાય જેને લીધે તમારે આ સ્થિતિનો સામનો કરવો નહી પડે..

બદામનાં તેલમાં વિટામીન ઈ હોય છે. જે બ્લિચિંગ એજન્ટ તરીકે શાનદાર કામ કરે છે. કેટલાંક ટીપા બદામનું તેલ લો. આ પછીથી તેને હળવી રીતે ગરદન પર લગાવો. થોડીવખત માલિશ કર્યા પછી ગરદનને સ્વચ્છ પાણીથી ધોઇ નાખો, તરત જ અસર જોવા મળશે.

દહી નેચરલ એન્ઝિમ્સ હોય છે. જે સ્કિનને ચમકદાર બનાવે છે. બે ચમચી ફ્રેશ દહીં લો અને તેને થોડીવખત ગરદન પર લગાવો. આશરે 15 મિનિટ સુધી દહીં ગરદન પર લગાવેલુ રાખો અને ત્યારબાદ તેણે પાણીથી ધોઈ લો.

એ વાત સાબિત થઈ ચૂકી છે કે એપલ સીડલ વિનેગર સ્કિનનું Ph લેવલ બેલેન્સ રાખે છે. આ ઉપરાંત તે સ્કિનના મૃતકોષને પણ દૂર કરે છે. બે ચમચી એપલ સીડલ વિનેગરમાં થોડું પાણી લો. આ પછી કોટનના કપડાથી ગરદનનો જે ભાગ કાળો થઇ ગયો હોય ત્યાં લગાવો. થોડી મિનિટ સુધી રાખી મૂકો અને ત્યારબાદ તેને સ્વચ્છ પાણીથી ધોઇ નાખો.

 29 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી