એટલો ‘મજબૂત’ રસ્તો બન્યો કે, નારિયેળ ફોડતાની સાથે….

યુપીમાં ચૂંટણીઓની મોસમમાં બની રહ્યા છે આવા રસ્તા…

અત્યાર સુધીમાં તમે ઉદઘાટન થયા બાદ પુલ ધરાશયી થવાના કે નવો રસ્તો બન્યા બાદ ગણતરીના દિવસોમાં ધોવાઈ જતો હોવાના કિસ્સા સામે આવતા હોય છે. ત્યાં યુપીના સડક નિર્માણમાં ભ્રષ્ટાચારની નવી તસવીર સામે આવી છે જેમાં માર્ગનું ઉદ્ધાટન માટે નાળિયેર વઘેરવામાં આવ્યું પરંતુ નાળિયેર ના તૂટ્યુને રોડ તૂટી ગયો છે. હવે અધિકારીઓ આખો રોડ ચેક કરવાની વાત કરી રહ્યા છે.

અહીંયા સિંચાઈ વિભાગ દ્વારા નહેરને અડીને 1.16 કરોડ રુપિયાના ખર્ચે સાત કિલોમીટર લાંબો રસ્તો બનાવવામાં આવી રહ્યો છે.આ પૈકી 700 મીટરનો રસ્તો બની ગયા બાદ તેનુ ઉદઘાટન કરવાનો નિર્ણય લેવાયો હતો.

સ્થાનિક ધારાસભ્ય ગઈકાલે સાંજે ઉદઘાટન કરવા માટે ગયા હતા.પૂજા કર્યા બાદ તેમને પરંપરાના ભાગરુપે શ્રીફળ વધેરવા માટે અપાયુ હતુ.નવા રસ્તા પર તેમણે નારિયેળ વધેર્યુ હતુ પણ નવા બનેલા રસ્તાની ગુણવત્તા એટલી હલકી હતી કે, નારિયેળ તો તુટયુ નહોતુ પણ જે જગ્યાએ ધારાસભ્યે નારિયેળ વધેર્યુ હતુ તે જગ્યાએ ખાડો પડી ગયો.

આ જોઈને નારાજ ધારાસભ્યે ઉદઘાટન કરવાનુ માંડી વાળ્યુ હતુ. દરમિયાન સરકારી અધિકારીઓ પણ આ ફજેતો જોઈને ચોંકી ઉઠયા હતા.હવે રસ્તાના બાંધકામની ગુણવત્તાની તપાસ કરવા માટે કાર્યવાહી શરુ કરાઈ છે.સેમ્પલ લઈને લેબમાં મોકલવાની તંત્રે ખાતરી આપી છે.

 38 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી