આપઘાત કરે તે પહેલા અમરાઇવાડી પોલીસે યુવકને બચાવી લીધો..

ફરિયાદના 15 મિનિટમાં પોલીસે યુવકનું કર્યુ રેસ્ક્યુ

શહેરના અમરાઇવાડી વિસ્તારમાં સુસાઈડ નોટ લખીને આપઘાત કરવા ઘરેથી નીકળેલા યુવકને પોલીસે બચાવી લીધો છે. પોલીસે યુવકના મોબાઈલ લોકોશનના આધારે ટ્રેસ કરીને મણિનગર રેલવે ફાટક પરથી યુવકને બચાવી લીધો છે.

ઘટનાની વિગતો મુજબ, મંગળવારે રાત્રે એક વ્યક્તિ તરફથી પોલીસ સબ ઈન્સ્પેક્ટર એ.આર ચૌધરીને ફરિયાદ મળી હતી કે, તેમનો દીકરો સુસાઈડ નોટ લખીને આત્મહત્યા કરવા માટે ઘરેથી નીકળી ગયો છે. આથી તેમણે તાત્કાલિક ઝોન-5ની ઓફિસ ખાતેથી યુવકના મોબાઈલ નંબરનું લોકેશન મેળવીને સર્વેલન્સ સ્કોર્ડના આધારે મણિનગર રેલવે ફાટક પરથી બચાવી લીધો હતો.

ફરિયાદીએ રાત્રે 10 વાગ્યે પોલીસને જાણ કરી હતી અને 15 મિનિટમાં જ પોલીસ યુવકના મોબાઈલનું લોકેશન ટ્રેક કરીને મણિનગર રેલવે ફાટક પર પહોંચી ગઈ હતી. અહીં યુવક કોઈ ખરાબ પગલું ભરે તે પહેલા જ તેને સહી સલામત પકડીને પોલીસ સ્ટેશન લાવીને યોગ્ય કાર્યવાહી પોલીસ દ્વારા કરવામાં આવી હતી.

 27 ,  1