દિવાળી પહેલા મોદી સરકારને ટેક્સમાંથી અધધ.. આવક, તિજોરી છલકાઈ…

GSTના ઈતિહાસમાં બીજી વાર સૌથી વધુ કલેક્શન

દેશમાં દીવાળીના તહેવાર વચ્ચે Goods and Services Tax(GST)કલેકશનને લઈને મોદી સરકાર માટે મોટી ખુશખબરી સામે આવી છે. દેશમાં GST લાગુ કર્યા બાદ ઓક્ટોબર મહિનામાં બીજી વાર સૌથી વઘુ GST કલેકશન છે. નોંધનીય છે કે, એપ્રિલ-2021માં સૌથી વધઉ રેકોર્ડ 1.41 લાખ કરોડ રુપિયા GSTકલેકશન થયું હતું. ઓક્ટોબરમાં જીએસટી કલેકશન કુલ 1 લાખ 30 કરોડની ઉપર પહોચ્યું છે જે કલેકશન ગત વર્ષની સરખામણીએ 24 ટકા તેમજ 2019 અને 20ની સરખામણીએ તો 36 ટકા વઘારે નોંઘાયો છે.

આપને જણાવી દઈએ કે કુલ 1,30,000 કરોડના જીએસટી કલેકશનમાં 23.861 કરોડ CGST, 30,421 કરોડ રૂપિયાનો SGST, તે સિવાય 67,361 કરોડનો IGST પણ શામેલ છે. જેમા 32,998 કરોડ રૂપિયાનો સામાન આયાત પર ગયો છે. જીએસટીમાં 8,484 કરોડ રૂપિયાની શેશ બાકી છે. જેમા 699 કરોડ રૂપિયાના સામાન પર આયાત કલેક્ટ કરવામાં આવ્યો છે.

સરકારના કહેવા પ્રમાણે ઓક્ટોબર મહિનાનો આયાત રેવન્યૂ ગત વર્ષ કરતા 39 ટકા વધારે રહ્યો છે. ઘરેલું ટ્રાન્જેકશન દ્વારા મળેલો રેવન્યું પણ ગત વર્ષની સરખામણીએ 19 ટકા વઘારે રહ્યો છે. જેમા આયાત પણ શામેલ છે. ઓક્ટોબર મહિનાનો જીએસટીનો આકડો અત્યાર સુધીનો બીજો સૌથી મોટો આકડો છે.

નોંધનીય છે કે, ચાલુ નાણાકીય વર્ષની શરૂઆતમાં દેશમાં કોવિડ-19 મહામારીના બીજી ભયાનક જીવલેણ લહેરના સામનો કરી રહ્યો હતો જેના કારણે દેશના અર્થતંત્ર પર સીધી અસર પડી હતી જોકે, હવે કોરોનાની વિદાય થતા ઈકોનોમીમાં ઝડપથી સુધારો થઈ રહ્યા હોવાના સંકેતો મળી રહ્યા છે. ઓક્ટોબરમાં સતત ચોથા મહિને જીએસટી કલેકશન 1 લાખ કરોડને પાર પહોંચ્યું છે.

જીએસટી કલેકશન વધવાને કારણે રાજકોષીય ખાધ ઘટે છે. જેના કારણે સરકારનું દેવું પણ ઓછુ થાય છે. રાજકોષીય ખાધને ઓછું કરવા માટે સરકાર સબસીડીમાં પણ ઘટાડો કરે છે. નાણા મંત્રાલય દ્વારા દર વર્ષે જીએસટી કલેકશનના લક્ષ્ય દ્વારા રાજકોષીય ખાધને ઓછો કરવાનો ટાર્ગેટ કરવામાં આવે છે. હવે જો આ ઘટશે તો વિદેશી રોકાણકારો ભારતના શેર બજારમાં રોકાણ કરશે.

 172 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી