વ્યાપારી લેવડદેવડ માટે વપરાતી આઠ એપ પર અમેરિકાનો પ્રતિબંધ
વિદાય લઇ રહેલા અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ચીનને વધુ એક આંચકો આપ્યો હતો. વ્યાપારી લેવડદેવડ માટે વપરાતી આઠ એપ પર અમેરિકાએ બૅન જાહેર કર્યો હતો.
આવી આઠ સોફ્ટવેર એપમાં વીચૈટ પે અને જેક માના એંટ ગ્રુપની અલીપેનો પણ સમાવેશ થયો હતો. આ આઠ એપ પર બૅન લાદતા આદેશ પર મંગળવારે ડોનાલ્ડ ટ્રમ્પે સહીસિક્કા કર્યા હતા. આ તમામ એપ ચીની કંપનીઓની છે. ટ્રમ્પે એવો આક્ષેપ કર્યો હતો કે આ એપ્સ દ્વારા વપરાશકારોના ડેટા ચીનમાં પહોંચી રહ્યા હતા. આ રીતે આ એપ્સ દ્વારા ચીન જાસૂસી કરી રહ્યું હતું.
અમેરિકાએ પ્રતિબંધનું કારણ જણાવતા કહ્યું કે આ એપ્સ યૂઝર્સની જાણકારી ચીનની કમ્યુનિસ્ટ સરકારને પહોંચાડી શકે છે. રાષ્ટ્રપતિ ચૂંટણી હાર્યા બાદથી અત્યાર સુધીમાં ડોનાલ્ડ ટ્રમ્પ ચીન વિરુદ્ધ અનેક પગલાં ભરી ચૂક્યા છે. આથી શક્ય છે કે 20 જાન્યુઆરી પહેલા આવા જ કેટલાક નિર્ણયો જોવા મળે.
જણાવી દઇએ, આ અગાઉ ડોનાલ્ડ ટ્રમ્પે ચીની કંપની ByteDanceની સ્વામિત્વવાળી એપ ટિકટોક ઉપર પણ પ્રતિબંધ લગાવ્યો હતો. તાજા પ્રતિબંધો અંગે પ્રશાસન તરફથી કહેવાયું છે કે Alipay, WeChat Pay સહિત કેટલીક અન્ય ચીની એપ્સને મોટી સંખ્યામાં ડાઉનલોડ કરવામાં આવી રહી હતી. જેનાથી વ્યાપક સ્તરે ડેટાના દૂરઉપયોગની આશંકા પેદા થઈ હતી. જેને ધ્યાનમાં રાખીને આ સંબંધિત એપ્સ પર પ્રતિબંધ મૂકાયો છે.
ચીની એપ્સ વિરુદ્ધ કાર્યવાહીમાં અમેરિકા સહિત અન્ય દેશો માટે ભારત પ્રેરણા બન્યું છે. લદાખ હિંસા બાદ મોદી સરકારે કડક પગલું ભરતા ચીની એપ્સ પર પ્રતિબંધ લગાવ્યા હતા. ત્યારબાદ અમેરિકામાં પણ આ પ્રકારના પ્રતિબંધની માગણી ઉઠી હતી. કેટલાક અમેરિકી સાંસદોએ ભારતના આ પ્રતિબંધોને બીરદાવ્યા હતાં અને કહ્યું હતું કે અમેરિકાએ પણ કડક નિર્ણયો લેવા જોઈએ. ભારતની કાર્યવાહી બાદ જ દુનિયાને સમજમાં આવ્યું કે ચીન પોતાની એપ્સ દ્વારા જાસૂસીને અંજામ આપે છે.
20 , 1