September 26, 2022
September 26, 2022

બજેટ પહેલા શેર બજારમાં ઉછાળો, સેન્સેક્સ 40,000ને પાર

આજે બજેટ રજૂ થવાનું હોવાથી સેન્સેક્સ અને નિફ્ટીમાં જોરદાર તેજી જોવા મળી રહી છે. દિગ્ગજ શેરોની વાત કરીએ તો મિડ અને સ્મોલકેપ શેરોમાં જોશ જોવા મળી રહ્યો છે.બીએસઈના મિડકેપ ઈન્ડેક્સમાં 0.11ના ઉછાળા સાથે 14950ના સ્તરને પાર કરતો જોવા મળી રહ્યો છે. તો સ્મોલકેપ ઈન્ડેક્સમાં 0.13 ટકાની મજબૂતી સાથે 14360ના સ્તર પર કારોબાર કરી રહ્યા છે. જો કે તેલ-ગેસ શેરોમાં આજે દબાણ જોવા મળી રહ્યો છે.

બીએસઈના ઓયલ એન્ડ ગેસ ઈન્ડેક્સ 0.16 ટકાના કડાકા સાથે કારોબાર કરી રહ્યો છે. બજારમાં આજે મેટલ, મીડિયા અને પીએસયૂ બેન્કના શેરોમાં દબાણ જોવા મળી રહ્યુ છે. તો ખાનગી બેન્ક, ફાર્મા, રિયલ્ટી, ઓટો, એફએમસીજી અને ફાઈનાન્શિયલ સર્વિસિના શેરોમાં તેજી જોવા મળી રહી છે.

નિફ્ટીમાં આજે મેટલ ઇન્ડેક્સમાં 0.37 ટકા, પીએસયૂ બેન્ક ઇન્ડેક્સમાં 0.16 ટકા, મીડિયા ઇન્ડેક્સમાં 0.17 ટકાના ઘટાડા સાથે કારોબાર કરી રહ્યો છે. તો નિફ્ટીના ઓટો ઈન્ડેક્સમાં 0.26 ટકા, ફાઈનાન્સ સર્વિસમાં 0.33 ટકા, એફએમસીજીમાં 0.17 ટકા આઈટી ઈન્ડેક્સમાં 0.07 ટકા ફાર્મા ઇન્ડેક્સમાં 0.25 ટકા, પ્રાઈવેટ બેન્ક ઈન્ડેક્સમાં 0.31 ટકા રિયલ્ટી ઈન્ડેક્સમાં 0.53 ટકાનો ઉછાળો જોવા મળી રહ્યો છે. પ્રાઈવેટ બેન્કોમાં ખરીદારીને કારણે નિફ્ટીમાં 0.24 ટકાનો ઉછાળો આવતા 31550ના સ્તર પર જોવા મળી રહ્યો છે.

હાલ બીએસઈના 30 શેરોવાળા પ્રમુખ ઈન્ડેક્સ સેન્સેક્સમાં 115 પોઈન્ટના ઉછાળા સાથે 40000ના સ્તરને પાર કારોબાર કરી રહ્યો છે. જ્યારે નિફ્ટી 32.10 પોઈન્ટના ઉછાળા સાથે 12000ની સપાટી પાસે દેખાઈ રહ્યો છે.

 30 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી