ચુનાવ સે પહલે – ચુનાવ કે વકત, મૌજા હી મૌજા…? જી નહીં.. હમલે હી હમલે…!

કેવુ જબરૂ કહેવાય નહીં, ઉમેદવારી પત્ર ભરતા જ હુમલો….

કેટલાક બનાવો જાણે કે અમુક સમય માટે જ સર્જાતા હોય છે- એવુ કેમ..?

ચૂંટણીઓ પહેલા નડ્ડાના કાફલા પર હુમલો થયો હતો…

કોંગ્રેસે 1984 અને 1991માં સત્તા મેળવી હતી પણ પોતાના નેતાઓ ગુમાવીને…

ભાજપ કહે છે- હમલા મમતાદીદી કા નાટક હૈ… મમતાજી બૌખલા ગઇ હૈ…

રાજકારણમાં કેટલાક હુમલાઓના સાચા કારણો ક્યારેય બહાર આવતા નથી..

(નેટ ડાકિયા- ખાસ અહેવાલ)

કેટલાક બનાવો જાણે કે કોઇ પ્રસંગની રાહ જોતા હોય તેમ બનતા હોય છે. જેમ કે બંગાળમાં સીએમ મમતા પરનો કથિત હુમલો. કથિત એટલે કહેવાતો હુમલો. કેમ કે તેના કોઇ સજ્જડ પુરાવા જાહેર થયા નથી અને આવા હુમલાઓમાં સજ્જડ પુરાવાઓ ભાગ્યે જ મળતા હોય છે. આ સ્થળેથી અગાઉ લખાયુ હતું કે બંગાળની ચૂંટણીઓ અદભૂત, અનન્ય,અજોડ અને ન ભૂતો ન ભવિષ્યતિ સમાન બની રહે તો નવાઇ નહીં. અને થયુ પણ એવુ…! શું થયું..?

ચૂંટણીમાં રણસંગ્રામ બનેલા નંદીગ્રામ બેઠક માટે 10 માર્ચના રોજ હલ્દિયામાં ઉમેદવારીપત્ર ભરીને રાત્રે પરત ફરી રહેલા મમતા ઉપર કોઇએ હુમલો કર્યો., તેમનુ કહેવુ છે કે કારનો દરવાજો ખુલ્લો હતો , તેઓ સીટ પર બેઠા હતા અને કોઇ આવ્યાં અને દરવાજો જોરથી બંધ કરીને તેમનો પગ કચડી નાંખવાનો પ્રયાસ કર્યો. કોલકાત્તામાં તેમને દવાખાનામાં દાખલ કરવામાં આવ્યાં છે અને ટીવી તસ્વીરોમાં દેખાય છે કે તેમને પગે પ્લાસ્ટર કરવામાં આવ્યો છે. મેડિકલ બુલેટીન જણાવે છે કે તેમને પગમાં ફ્રેકચર છે, બીજે પણ માર છે વગેરે.વગેરે…

ચૂંટણીઓ પહેલા 10 ડિસે.2020ના રોજ બંગાળમાં ડાયમંડ હાર્બર વિસ્તારમાં ભાજપના અધ્યક્ષ જે.પી. નડ્ડાના કાફલા પર હુમલાની ઘટના બની હતી. તેમની બુલેટપ્રુફ કાર પર મોટો પથ્થર ફેંકાયો હતો અને કાચને નુકશાન થયું હતું. આ પથથર મિડિયાએ બાર બાર.. બતાવ્યો હતો કે કઇ રીતે હવામાંથી પથ્થર આવે છે અને કારના કાચની સાથે અથડાય છે. ટીવી મિડિયાની પરિભાષામાં –નડ્ડાજી બાલ બાલ બચે.

બંગાળની ક્રાંતિકારી બંગભૂમિ પર-ધરતી પર વર્તમાન ચૂંટણીઓ પહેલા અને ચૂંટણીઓ સમયે આ બે મહત્વના હુમલાઓ છે કે જેની ચર્ચાઓ થઇ રહી છે. મમતાની પાર્ટી ટીએમસી દ્વારા નડ્ડા પરના હુમલાને અતાર્કિક અને નાટક ગણાવવામાં આવ્યું તો હવે બારી હૈ ભાજપા કી… ઔર મમતાની સામે ઉમેદવારી નોંધાવનાર શુવેન્દુ અધિકારીની…. તેમણે મમતા પરના હુમલાને નૌટંકી ગણાવ્યું. ભાજપે મમતાને પડકાર ફેંક્યો કે કોઇએ હુમલો કર્યો હોય તો સીબીઆઇ તપાસની માંગ કરો, સીબીઆઇને તપાસ સોંપો..મંત્રી પિયુષ ગોયલ કહે છે કે મમતાજી બૌખલા ગઇ હૈ…

હુમલો કોણે કર્યો, કેમ કર્યો, મમતાના માણસો એ જ ચૂંટણીમાં સહાનુભૂતિ મેળવવા સામાન્ય હુમલો કરાવ્યો, હુમલા વખતે તેમની આજુબાજુ પોલીસ કેમ નહોતી, રાતના સમયે જ હુમલો કેમ થયો, તેમને ઝેડપ્લસ સુરક્ષા છતાં આવુ કેમ થયું…એવા અનેક સવાલોના જવાબો તો મમતાદીદી અને મમતાની પાર્ટી ટીએમસી તથા હુમલાખોરો (જો પકડાય તો ) આપી શકે…

મમતા પર હુમલા બાદ અપેક્ષા પ્રમાણે ટીએમસીએ ઠેરઠેર રસ્તા રોકો કર્યું, તેમના દિર્ઘાયુ માટે પ્રાર્થના-દુવાઓ શરૂ થઇ છે. મમતાદીદીને ડોક્ટરોએ 48 કલાક નિરીક્ષણમાં રાખવાની જાહેરાત કરી છે. પરિણામે આજે શિવરાત્રિએ મમતાદીદી ટીએમસીનો ચૂંટણી ઢંઢેરો બહાર પાડવાના હતા તે પાછુ ઠેલાયુ છે. દીદી સાજા થાય તે પછી ઢંઢેરો બહાર પડશે. ઢમ..ઢમ.. ઢોલની જેમ ઢંઢેરામાં શું હથે એ તો દીદી જ જાણે. પણ ચૂંટણીઓ વખતે જ આવા હુમલાઓ, પછી તે કોઇની ઉપર પણ થયાં હોય તે યોગ્ય નથી. નડ્ડા પરનો હુમલો વખોડવાને લાયક છે તો મમતાદીદી પરનો હુમલો તપાસનો વિષય હોઇ શકે. બની શકે કે ભાજપની ટીમ દ્વારા હુમલાનો તપાસ અહેવાલ બહાર પાડવામાં આવે અને તેમાંથી સત્ય હકીકત જાણી શકાશે કે ખરેખર તેમના પર હુમલો થયો કે તેમણે જાતે કરાવ્યો…!

પણ બંગભૂમિની સમગ્ર ચૂંટણી રસપ્રદ બની રહી છે. હજુ તો 8 તબક્કાના મતદાનમાં પહેલા તબક્કાનું મતદાન પણ થયું નથી અને હુમલાઓનો દોર શરૂ થયો છે. મતદાનના દિવસે મતદારોને ડરાવવા માટેના હુમલાઓની શક્યતા પણ જોવામાં આવી રહી છે. બોંબ બનાવવા અને ટાર્ગેટ કરીને ફેંકવા-ફોડવા એ ત્યાંના કેટલાક પરિબળો માટે સાવ સામાન્ય છે. ટીવી મિડિયામાં દીદી પરના હુમલાને વ્યાપક કવરેજ મિલ રહા હૈ….તો શું આ હુમલા પછી બીજા હુમલાઓ નહીં થાય..? કાંઇ કહેવાય નહીં….કુછ કહ નહીં શકતે. હજુ તો ઘણાં વીવીઆઇપી નેતાઓ બંગાળમાં પોતપોતાની પાર્ટીના પ્રચાર માટે બંગભૂમિની મુલાકાત લેવાના છે તો એ વખતે આવુ ના થાય તેની પૂરેપૂરી કાળજી ચૂંટણી પંચના સત્તાવાળાઓ કરવી જોઇએ. કેમ કે ચૂંટણીઓ જાહેર થયા પછી સમગ્ર વહીવટીતંત્ર પર ચૂંટણી પંચનો કાબુ હોય છે. તે જોતાં ચૂંટણી પંચે પણ મમતાદીદી પરના હુમલાનો રિપોર્ટ બંગાળના ડીજીપી અને સમખ્યસચિવ પાસેથી તાબડતોડ માંગ્યો છે. ઉસ રિપોર્ટમાં ક્યા હોગા યે જાનના ભી જરૂરી હૈ. રિપોર્ટ કો આને દો…

કોંગ્રેસે ઇન્દિરા ગાંધી અને રાજીવ ગાંઘીની હત્યાઓ બાદ સહાનુભૂતિના મોજા પર સવાર થઇને સત્તાઓ મેળવી હતી. 1984માં ઇન્દિરાની હત્યા બાદ કોંગ્રેસને 543માંથી 400 કરતાં વધારે બેઠકો મળી હતી. ભાજપના વાજપેયી-અડવાણી સહિત કેટલાય નેતાઓનો પરાજ્ય થયો હતો. અને એ ચૂંટણીમાં ભાજપને માત્ર બે જ બેઠકો મળી હતી. અને તેથી જે તેને યાદ કરીને 2019માં લોકસભાની ચૂંટણીઓ જીત્યા બાદ દિલ્હીના કમલમમાં વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી બોલ્યા હતા- હમ દો સે દોબારા આયે…

1991માં ચંદ્રશેખર વડાપ્રધાન હતા. ચૌધરી ચરણસિંહની જેમ તેમની પણ વડાપ્રધાન થવાની ઇચ્છા પૂરી થઇ હતી. તેમની સરકારે રાજીવ ગાંધીની સુરક્ષા વ્યવસ્થામાં ઘટાડો કરી નાંખ્યો હતો. લોકસભાની ચૂંટણીઓ ચાલી રહી હતી ત્યારે તામિલનાડુમાં 21 મેના રોજ સમી સાંજે યોજાયેલી એક ચૂંટણી સભામાં શ્રીપેરૂમ્બુદરમાં રાજીવ ગાંધીની હત્યા બાદ ચૂંટણીઓમાં તે પછી યોજાયેલા મતદાનમાં કોંગ્રેસને લાભ થયો અને પી.વી. નરસિંહરાવની આગેવાનીમાં કોંગ્રેસની સરકાર બની હતી. કોંગ્રેસને ચોક્કસ રાજકિય લાભ થયો પણ પોતાના નેતાઓમને ગુમાવીને…..કુછ પાના હૈ તો કુછ ખોના પડતા હૈ…એ ઉક્તિ કદાજ અહીં લાગૂ પડી શકે. રાજીવની હત્યા બાદ વીવીઆઇપી સુરક્ષા વ્યવસ્થામાં ફેરફારો કરાયા અને હવે આવી સભામાં મચ પણ લોકોથી દૂર રાખવામાં આવે છે. ઝેડ પ્લસ વાળા નેતાઓની નજીક કોઇને જવા દેવાતા નથી સિવાય કે એ નેતાજી સુરક્ષાકર્મીને ઇશારો કરે તો…

બંગભૂમિ આ ચૂંટણીમાં કોનો ભોગ લેશે અથવા ચૂંટણીઓ ખૂબ સારી રીતે શાંતિથી સંપન્ન થશે એમ તો હાલમાં લાગતુ નથી. કેમ કે હુમલાઓની સીઝન શરૂ થઇ છે. એટલે બંગાળમાં ચૂંટણી પ્રચાર માટે જતાં નેતાઓએ સંભાળીને જવુ જોઇએ. ક્યાંક એવુ ના થાય કે ગઢ આલા..સિંહ ગેલા…!!. નડ્ડા પર હુમલો….મમતા પર હુમલો…! હવે….?

-દિનેશ રાજપૂત

 102 ,  1